અશોકસ્તંભના સિંહો જેનું મોદીએ ઉદ્ઘાટન કર્યું એ શું બિહામણા બનાવાયા છે? 11 જુલાઈએ વડા પ્રધાન મોદીએ સંસદભવનમાં નવા અશોકસ્તંભના સિંહોની પ્રતિકૃતિનું ઉદ્ઘાટન કર્યું અને એ 20 ફૂટ ઊંચા સ્તંભમાં સિંહોની પ્રતિકૃતિને લઈને સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો છે. નવા સિંહો ક્રૂર અને આદમખોર હોવાનો કેટલાક પેટમાં દુખાવો ધરાવતા રાજનેતાઓનો દાવો કર્યો છે. આ બધું ટીવી ન્યૂઝમાં જોઈએ વેતાળ વ્યથિત હતો. એણે રાજા વિક્રમને ફોન કર્યો.
“હે મહારાજ વિક્રમ, નરેન્દ્ર મોદીએ અશોકસ્તંભનું ઉદ્ધાટન કર્યું છે એ તમે જોયું જ હશે. મને તો લાગે છે કે ખરી તકલીફ અશોક સ્તંભના ચાર સિંહથી નથી, પણ એનું ઉદ્ધાટન કરનાર પેલા પાંચમા સિંહથી છે! તમારું શું કહેવું છે?”
“ડિયર વેતાળ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવા સંસદભવનની છત પર વિશાળકાય અશોકસ્તંભના સિંહોની પ્રતિકૃતિનું ઉદ્ઘાટન કર્યું હતું. અશોકસ્તંભ પરની સિંહોની પ્રતિકૃતિને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. એ વાત અર્ધ સત્ય જેવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 જુલાઈએ નવા સંસદભવનની છત પર લાગનારા અશોકસ્તંભના સિંહોની પ્રતિકૃતિનું ઉદ્ઘાટન કર્યું હતું. 20 ફૂટ ઊંચા આ સ્તંભ પર મહાકાય સિંહોની પ્રતિકૃતિ છે.
અંદાજે 9,500 કિલોગ્રામની આ સંરચના સંપૂર્ણપણે સ્ટીલમાંથી બનાવાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સંરચના કુલ આઠ તબક્કામાં તૈયાર કરવામાં આવી છે. અશોકસ્તંભમાં સિંહ જવાબદાર શાસકની જેમ ગંભીર અવસ્થામાં જોવા મળે છે. જ્યારે બીજા (સંસદની છત પર) સિંહ આદમખોર શાસકની ભૂમિકામાં બિહામણા લાગી રહ્યા છે. એવા વાહિયાત આક્ષેપો થઈ રહ્યા છે.
ભારતનું રાષ્ટ્રીય પ્રતીક સારનાથસ્થિત અશોકના સિંહ સ્તંભની પ્રતિકૃતિ છે, જે સારનાથના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. મૂળ સ્તંભમાં શીર્ષ પર ચાર સિંહ છે, જેણે એકબીજા તરફ પોતાની પીઠ કરેલી છે. નીચે એક ચિત્રમાં એક હાથી, દોડતો ઘોડો, એક સાંઢ અને એ સિંહ છે મૂર્તિઓ છે. તેની વચ્ચે-વચ્ચે ચક્ર બનેલું છે. એક જ પથ્થરને કોતરીને બનાવેલા આ સિંહ સ્તંભ પર ‘ધર્મચક્ર’ રાખેલું છે. ભારત સરકાર દ્વારા આ પ્રતીકને 26 જાન્યુઆરી, 1950ના રોજ રાષ્ટ્રીય પ્રતીકના રૂપમાં સ્વીકારાયું હતું…
“ગાંધીથી ગોડસે સુધી, રાષ્ટ્રીય પ્રતીકમાં શાંત અને સૌમ્યતાથી બેસેલા સિંહોથી હાલમાં ગુસ્સે ભરાયેલા અને બહાર દાંત ધરાવતા નવા સિંહો સુધી. આ છે મોદીનું નવું ભારત.” એવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અમુક બુદ્ધિના બારદાન પોતાની હલકી માનસિકતા છતી કરી રહ્યા છે.
ચલણી નોટો, સિક્કા, રાષ્ટ્રીય દસ્તાવેજો અને રાષ્ટ્રીય સાહિત્યમાં અશોક સ્તંભનું ચિત્ર જાણીતું છે. અશોક સ્તંભ બૌધ્ધિ શિલ્પ છે તેમાં ચાર દિશા તરફ મોં રાખીને બેઠેલા ચાર સિંહ છે. દરેક સિંહની નીચે ૨૪ આરાવાળું અશોક ચક્ર છે. ચારે ચક્રની વચ્ચેની જગ્યાએ વૃષભ, અશ્વ, હાથી અને સિંહ એમ ચાર શિલ્પો છે. ભગવાન બુધ્ધનો જન્મ થયો ત્યારે તેમની માતાને સ્વપ્નમાં હાથી દેખાયેલો એટલે હાથી, બુધ્ધનો જન્મ વૃષભ રાશીમાં થયેલો એટલે વૃષભ, બુધ્ધે ગૃહત્યાગ વખતે કંથક નામના ઘોડા ઉપર સવારી કરેલી એટલે અશ્વ. આમ ત્રણ પ્રતીકો ભગવાન બુધ્ધના જીવન સાથે સંકળાયેલા છે. ચોથું શિલ્પ સિંહ જ્ઞાન અને શક્તિનું પ્રતિક છે. જ્ઞાાન અને શક્તિના પ્રતીક સમા આ પ્રાચીન શિલ્પને રાષ્ટ્રીય પ્રતીક બનાવાયું છે. તેનો ઈતિહાસ પણ જાણવા જેવો છે.
ભારતમાં થઈ ગયેલા મૌર્ય વંશના સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે ૩જી સદીમાં ભારતમાં ઘણાં સ્થળોએ અશોક સ્તંભ બંધાવેલા. ૪૦ થી ૫૦ ફૂટ ઊંચા અને લગભગ ૧૦ ટન વજનના આ સ્તંભો હતા. નવાઈની વાત એ છે કે ૧૦ ટન વજનના આ સ્તંભોને બનાવ્યા પછી સેંકડો કિલોમીટર દૂર લઈ જઈ સ્થાપવામાં આવેલા. હાલમાં ભારતમાં ૧૯ અશોક સ્તંભ બચ્યા છે. આ સ્તંભો વારાણસી નજીક ચૂનાર ખાતે બન્યા હોવાનું મનાય છે. ઉત્તર પ્રદેશના સ્વરનાથમાં આવેલા અશોકસ્તંભ અકબંધ અને સારી સ્થિતિમાં છે. દરેક સ્તંભ ઉપર બ્રાહ્મી લિપિમાં લખાણ કોતરેલું છે. મોટાભાગના સ્તંભો બિહારના સાંચી, છપરા, ચંપારણ ખાતે છે. એક સ્તંભ પાકિસ્તાનના ખૈબર વિસ્તારના રાણીગેટમાં છે.
નવા સંસદભવનની છત પર અશોક સ્તંભ લગાવ્યા બાદ રાજકીય વિવાદ શરૂ થયો છે. અશોક સ્તંભ દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે જે પ્રતીકનું અપમાન કરવાનો આરોપ કોંગ્રેસ લગાવ્યો છે. દેશમાં હવે અશોક સ્તંભને લઈને વિવાદ શરૂ થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર સ્થાપિત રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું.
મૂળ અશોક સ્તંભ ઉત્તર પ્રદેશના સારનાથના સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો છે. તેની સ્થાપના 250 બીસીમાં થઈ હોવાનું માનવામાં આવે છે. 1900માં જર્મન સિવિલ એન્જિનિયર ફ્રેડરિક ઓસ્કર ઓરટેલે સારનાથની આસપાસ ખોદકામ શરૂ કર્યું. આ અશોક સ્તંભ 1905માં ખોદકામ દરમિયાન મળી આવ્યો હતો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના એક દસ્તાવેજ મુજબ હાલમાં અશોક સ્તંભની ઊંચાઈ 7 ફૂટ 6 ઈંચ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તેની ઊંચાઈ 55 ફૂટ હોવી જોઈએ અને સમય જતાં તેને નુકસાન થયું હોવું જોઈએ.
ખોદકામ કરતાં જાણવા મળ્યું કે આ અશોક સ્તંભ 8 ફૂટ પહોળો અને 6 ફૂટ લાંબો પથ્થરના વિશાળ પ્લેટફોર્મ પર સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સ્તંભની પાછળની બાજુએ અશોકના લખાણો અગાઉની પાલી ભાષા અને બ્રાહ્મી લિપિમાં છપાયેલા છે. આ સ્તંભ પરના એક લેખમાં લખવામાં આવ્યું છે કે, ‘દેવતાઓના પ્રિય રાજા પ્રિયદર્શી કહે છે કે પાટલીપુત્ર અને પ્રાંતો વચ્ચેના જોડાણને કોઈએ વહેંચવું જોઈએ નહીં. જે કોઈ ભીક્ષુક હોય કે સાધ્વી, સંઘમાં ભાગલા પાડશે, તેને સફેદ વસ્ત્રોમાં સજ્જ કરીને સાધુઓ અને સાધ્વીઓ માટે યોગ્ય ન હોય તેવી જગ્યાએ મોકલવામાં આવશે.
આ સ્તંભ પર અશોકના લેખ ઉપરાંત બે વધુ લેખો છપાયા છે. આમાંથી એક અશ્વઘોષ નામના રાજાના શાસનકાળનો છે. જ્યારે, બીજો લેખ ચોથી સદીમાં લખાયો હોવાનું માનવામાં આવે છે. તે વાત્સીપુત્રિક સંપ્રદાયની સમિતિયા શાખાઓના આચાર્યો દ્વારા લખવામાં આવ્યું હતું. સમ્રાટ અશોકની ગણતરી વિશ્વના મહાન રાજાઓમાં થાય છે. તે 270 બીસીમાં રાજા બન્યો. પરંતુ, કલિંગના યુદ્ધે તેમને બદલી નાખ્યા. આ યુદ્ધ પછી, તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને નિર્ણાયક સ્થાનો પર સ્તંભો ઉભા કર્યા.
નવા સંસદ ભવનની છત પર જે અશોક સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે તેની ઉંચાઈ 6.5 મીટર એટલે કે લગભગ 21 ફૂટ છે. તે જમીનથી 33 મીટર એટલે કે 108 ફૂટ ઉપર છે. તેનું કુલ વજન 16 હજાર કિલોગ્રામ છે. જેમાં અશોક સ્તંભનું વજન 9,500 કિલો છે. જ્યારે, તેની આસપાસ સ્ટીલ સપોર્ટિંગ સ્ટ્રક્ચર છે, જેનું વજન 6,500 કિલો છે. દેશના 100 થી વધુ કલાકારોએ આ અશોક સ્તંભ બનાવ્યો છે. તેને બનાવવામાં 9 મહિનાનો સમય લાગ્યો હતો.
તે કાંસ્ય એટલે કે કાંસામાંથી બન્યો છે. અશોક સ્તંભ 26 જાન્યુઆરી 1950 થી ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. તે સારનાથ સ્થિત ‘લાયન કેપિટલ ઓફ અશોક’માંથી લેવામાં આવ્યું છે…”
“ટૂંકમાં મહારાજ, અમુક લોકોને અશોકસ્તંભના ચાર સિંહથી તકલીફ નથી પણ આ ઊભું કરનાર પાંચમા સિંહથી છે…”
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Desclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.