ગાંધીનગર: તાજેતરમાં જ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી નવી અર્બન ગુજરાતી ફિલ્મ “હેલ્લો જીંદગી”નું નિર્માણ ગાંધીનગરની યુવા નાટ્ય કલાકાર અને અભિનેત્રી વિવેકા પટેલે કર્યું છે. આ ઉપરાંત આ ફિલ્મમાં ગાંધીનગરના અન્ય પાંચ કલાકારો પણ છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે “હેલ્લો જીંદગી” ફિલ્મ સ્માર્ટ ફોનના આજના સાંપ્રત યુગમાં બાળકો અને યુવાનોમાં સતત વધી રહેલાં સોશિયલ મીડિયાના વળગણના દુષણ સામે વાસ્તવિકતા અંગે સમજણ સાથેની જાગૃતિ ફેલાવે છે.
ગાંધીનગર અને અમદાવાદ સહિત ગુજરાતભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહેલી નવી અર્બન ગુજરાતી ફિલ્મ “હેલ્લો જીંદગી” દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. આ ફિલ્મ ગાંધીનગરની યુવા અભિનેત્રી વિવેકા પટેલે બનાવી છે જેમાં તેણે પોતે મુખ્ય નાયિકાનું પાત્ર ભજવ્યું છે, જ્યારે નાયકના પાત્રમાં જ્યારે “સાહિલ” ફિલ્મથી જાણીતા બનેલા રાજન રાઠોડ છે. આ ઉપરાંત “હેલ્લો જીંદગી”માં ગુજરાતી નાટક-સિનેમાના જાણીતા પીઢ કલાકાર જીતેન્દ્ર ઠક્કર પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મમાં જેટલા પાત્રો છે તે પૈકી કુલ છ પાત્રો ગાંધીનગરના કલાકારો ભજવ્યા છે જેમાં વિવેકા પટેલ ઉપરાંત નિશા જાની, શિવાંગ રાવલ, ડૉ. પ્રશાંત પંચલોથીયા, શ્રુતિ બારોટ અને કિશોર નાયકનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિવેકા પટેલ અગાઉ રાજુ રાઠોડ સાથે ફિલ્મ “સાહિલ”માં જાણીતા હિન્દી ફિલ્મોના વિલન પ્રેમ ચોપડા સાથે અભિનયના અજવાળા પાથરી ચૂક્યાં છે.
જાણીતા ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કરે “હેલ્લો જીંદગી” વિશે જણાવતા કહ્યું છે કે ઓનલાઈનના જમાનામાં મોબાઈલમાં વ્યસ્ત રહેતા યુવા ધનને વાસ્તવિક જીવનમાં કોઈ રસ નથી. કુદરતના ખોળે બેસીને જીવન નથી જીવવું સૂર્ય ચંદ્ર તારા નદી પર્વત કદી જોવાનો કે તેનો અહેસાસ કરવાનો સમય નથી અને જ્યારે તે સમજાય છે ત્યારે શું થાય છે તે આ ફિલ્મમાં ખૂબ સુંદર રીતે દર્શાવ્યું છે.” હાલ રાજ્યભરમાં બે સપ્તાહથી સફળ રીતે ચાલી રહેલી ગુજરાતી અર્બન ફિલ્મ “હેલ્લો જીંદગી” ગાંધીનગરના દર્શકોને પોતિકી ફિલ્મ હોવાનો અહેસાસ આપી રહી છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu