ગાંધીનગર : કોરોનાકાળને તો હેમખેમ કરી પાર પાડયો હતો. ધંધા-રોજગારની ધીમી ધીમી શરૂઆત થઇ હતી. પરંતુ મારી ટી- સ્ટોલનો આરંભ કરવા માટે રૂપિયા હાથ પર ન હતા. મારા ધંધામાં ભાઇ મારે માત્ર ચા- ખાંડ, દૂઘ અને ગેસની બોટલ માટે માત્ર ૮ થી ૧૦ હજારની જરૂર હતી. આ રકમ આમ તો સામાન્ય છે, પણ કોરોના કાળ પછી કોણ ઉછીના આપે, તેવામાં ગાંધીનગર મહાનગરપાલિકા તરફથી પ્રધાનમંત્રી સ્વનિધિ સહાયમાંથી મળેલ રૂપિયા ૧૦ હજારે મારી ટી-સ્ટોલ ઉભી કરી આપી, તેવું સેકટર-૬ કડિયા નાકા પર મજાની ચા બનાવતા વિલાસભાઇ સૂર્યવંશીએ જણાવ્યું હતું.
જી.આર અને સી.આર. ની નગરની છબી ગાંધીનગર ઘરાવે છે. હવે, આ નગરના વિકાસ સાથે તેણે શૈક્ષણિક નગરની છાપ ઉભી કરી છે. આ નગરમાં આજે એક કિલોમીટર ચો.મી.માં આપને ચાની લારી ન મળે, તેવું કદાચ ન બને. આજે નગરજનોમાં મિત્રો સાથે મુલાકાત, ઘંઘાકીય ચર્ચા કે અન્ય વાતો કરવા માટે ચા સ્ટોલ હોટફેરવિટ બની રહ્યા છે.
આજથી ૩૩ વર્ષ અગાઉ આવા જ સપનાઓની પોટલી બાંધી મહારાષ્ટ્રથી ગાંધીનગર કામ ધંધાની ખોજમાં વિલાસભાઇ સૂર્યવંશી ઉર્ફે ભાઉ, ગાંધીનગરમાં આવ્યા હતા. હાલમાં તેઓ વાવોલમાં રહે છે. તેમણે સેકટર ૬ના કડીયા નાકે ચા સ્ટોલની શરૂઆત કરી હતી. આજથી ૩૩ વર્ષ પહેલાં આ વિસ્તાર આટલો ધમધમતો નહીં, પણ વળી ત્રણ જણાનુ ભરણપોષણ થાય એટલુ મળી રહેતુ. એ વખતે બીજા રાજ્યમાંથી આવેલા હોવાથી અહીં કોઈ સહારો કે ઓળખ ન હતી. ધીમે ધીમે એમના મળતાવળા અને હસમુખા સ્વભાવથી તેઓએ તેમની ઓળખ ભાઉ-ચાવાળા તરીકે ઉભી કરી છે.
આજે એમના બે દીકરાને પણ એમને આજ ધંધામાં મહેનત કરી ભણાવ્યા. મોટો દિકરો જીવન ભણવામાં કાચો હોવાથી તે પોતાના પિતા સાથે ચા સ્ટોલ પર મદદ કરે છે. જ્યારે નાનો દીકરો અજય સાયન્સ ગ્રેજ્યુએટ થઇ ગયો છે. હાલમાં સરકારી કર્મયોગી બનવા માટે સ્પર્ઘાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.
કોરોનાકાળ વખતે તેમના ધંધા સાવ બંધ થઈ ગયા અને પરિસ્થિતિ કફોડી બની ગઈ. વિલાસભાઇ જણાવે છે કે, એ ત્રણ મહિનાતો જેમ તેમ ઉધાર ઉછીના કર્યા, તેમની પત્નીની બચત આ બધામાંથી ઘર ચાલી ગયું. ધંધા ધીમે ચાલુ થવા લાગ્યા પણ મારી ટી- સ્ટોલ પાછી ચાલુ કરવા હવે હાથ પર રૂપિયા ન હતો. આ સમયે એમના નાના દીકરાને સરકારની સ્વનિધી યોજના અંગેની માહિતી મળી. તે અમારા પરિવાર માટે આશાનું કિરણ બન્યું. આ યોજના થકી અમને ખૂબ જ સરળતાથી ગાંધીનગર મહાનગરપાલિકામાં ફોર્મ ભરીને રૂપિયા ૧૦ હજારની સહાય મળી. આ સહાય થકી જે સ્વપ્ન પુરૂં કરવા વર્ષોથી આ નગરમાં મહેનત કરતાં હતા. તે સ્વપ્નને પૂર્ણ કરવા
સરકારે અમારો હાથ પકડયો. સરકારે આપેલ આ નાની સહાય અમારા જેવા પરિવારને જીવન જીવવાનું બળ આપ્યું છે. કોરોનાકાળમાં પડી ભાગેલા મારા જેવા અનેક નાના ઘંઘા- રોજગાર કરતાને પ્રધાનમંત્રી સ્વનિઘિ યોજનાએ ઘણા લારી-ગલ્લાંવાળાઓને વ્યાજખોરોના ચુંગલમાં જતા અટકાવ્યા છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu