ગાંધીનગર : પ્રતિ વર્ષ ૨૧મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસની’ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પણ તેનું ભવ્ય આયોજન કરાયું છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા “માનવતા માટે યોગા” ની થીમ સાથે ૨૧મી જૂન ૨૦૨૨ના રોજ ૮માં આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે તેની ઉજવણીનું આયોજન કરેલ છે. સવારે ૫:૩૦ કલાકે કાર્યક્રમ યોજાશે. જેમાં અંદાજે 7000થી વધારે નાગરિકો યોગ કરશે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ પાર્ક(સેન્ટ્રલ વિસ્ટા) ખાતે મુખ્ય કાર્યક્રમ ઉપરાંત વિવિધ 11 વોર્ડમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અક્ષરધામ મંદિર ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા તેમજ માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી યોગ દિવસ ઉજવવણી કરવામાં આવનાર છે. જેથી ગાંધીનગરના નાગરિકોને યોગ કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu