ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવાયેલા વાવોલ વિસ્તારમાં ‘ક’ રોડ પરથી પસાર થતાં ભારે વાહનો રહેણાંક વિસ્તારમાંથી પસાર ન થાય તે માટે બાયપાસ કરવા માટે નવો ૪૫ મીટરનો રોડ વિકસાવાયો છે. આ રોડનો તુલસી બંગ્લોઝ પાસેથી ઉવારસદ રોડને મળે છે તેટલો ભાગ ગુડા દ્વારા આરસીસી સ્ટ્રકચરમાં બનાવાયો છે જેના પરથી મોટી સંખ્યામાં જીઆઇડીસીના ભારે લોડીંગ વાહનો દિવસ-રાત સતત પસાર થઇ રહ્યાં છે.
આ માર્ગ પર ટીપી-૧૩ના વિકાસ સાથે જ નવી અસંખ્ય રહેણાંક સોસાયટીઓ વિકસવા પામી છે જેના પગલે અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. ગાંધીનગરથી અમદાવાદ તરફ જતાં આ બાયપાસ માર્ગ પરના વાવોલ-કલોલ રોડ તથા વાવોલ-ઉવારસદ રોડને જોડતા ૪૫ મીટરના એપ્રોચ રોડ પરની સોસાયટીઓના રહીશો દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી સ્પિડબ્રેકર્સ લગાડવાં અંગે રજુઆતો કરવામાં આવી હતી જેના પગલે અકસ્માતનું જોખમ ઘટાડી શકાય. તાજેતરમાં આ બાબતે સ્થાનિક કોર્પોરેટર તથા શહેરના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલને રહીશો દ્વારા આ બાબતે રજુઆત કરવામાં આવતાં તેમણે તુરંત વાતની ગંભીરતા સમજીને સ્પિડબ્રેકર્સ લગાડવાનો નિર્ણય લીધો હતો અને તેનો તાત્કાલિક અમલ કરાવ્યો હતો. અત્યંત જોખમી બનેલા માર્ગ પર સ્પિડબ્રેકર્સ લાગી જતાં ૪૫ મીટર રોડની આસપાસ વિકસેલી સોસાયટીઓના રહીશોમાં હાશકારો ફેલાવા પામ્યો છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu