ગાંઘીનગર: સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ તા. ૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” – ‘ માનવતા માટે યોગ’ થીમ પર કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના ૨૪ સેન્ટર ખાતે યોગ સપ્તાહનો આરંભ આજથી કરવામાં આવ્યો છે, તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. ભાવનાબેન પટેલે જણાવ્યું છે.
જિલ્લા આયુર્વેદ અધિકારી ર્ડા. ભાવનાબેન પટેલે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે ૧૩ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા ૪ આયુર્વેદ અને ૭ હોમિયોપેથી દવાખાના કુલ ૨૪ સેન્ટર ખાતે આજ તા. ૧૪મી જૂન, ૨૦૨૨ના રોજથી યોગ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ યોગ સપ્તાહની ઉજવણી ૭ દિવસ અલગ અલગ વિષયને અનુલક્ષી યોગ શિબિરો જિલ્લાના વિવિધ આયુર્વેદ તથા હોમિયોપેથી દવાખાનાઓમાં ચલાવવામાં આવશે.જેમાં આજે યોગ અને પ્રાણાયમનું સ્વાસ્થ્યમાં મહત્વ વિષય પર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૪૨ જેટલા વ્યક્તિઓ સહભાગી બન્યા હતા. તેમજ તા. ૧૫મી જૂનના રોજ – ‘શ્વસન તંત્ર માં યોગનું મહત્વ’, તા. ૧૬મી જૂનના રોજ ‘ડાયાબિટીસમાં યોગ અને આયુર્વેદ’, તા. ૧૭મી જૂનના રોજ ‘પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ’, તા. ૧૮મી જૂનના રોજ ‘સંધાના દુખાવાના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ’, તા. ૧૯મી જૂનના રોજ ‘ચામડીના રોગોમાં યોગ અને આયુર્વેદ’ અને તા.૨૦મી જુનના રોજ ‘માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદ’ જેવી સ્વાસ્થ્ય વિષયક થીમ પર યોગ શિબિરો યોજાશે. જેમાં જિલ્લાના નાગરિકોને તેમની નજીકની યોગ શિબિરમાં સહભાગી બનવા માટે પણ અનુરોધ કર્યો છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu