ગાંધીનગર: ગાંધીનગરમાં આગામી તા.૫મી જુન, રવિવારના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વિવિધ રીતે કરાશે જેમાં રેડિઅન્ટ સ્કૂલ અને પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુકત સૌજન્યથી આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે “વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ‘ઓન્લી વન અર્થ’ની થીમ સાથે વિશ્વભરમાં ઉજવાશે.
આગામી વિશ્વ પર્યાવરણ દિવસે સરગાસણ ટીપી-૯માં રેડિઅન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે સવારના ૯ થી બપોરના ૧૨.૩૦ સુધી રેડિઅન્ટ સ્કૂલ અને પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુકત સૌજન્યથી આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુડાસણના પંચ મહાભુતા નેચર ક્યોર સેન્ટરના ડૉ. રવિ રૂપારેલિયા દ્વારા સવારના ૧૦થી ૧૦.૩૦ દરમ્યાન આયુર્વેદિક વિષયે વક્તવ્ય વિવિધ શંકાના સમાધાન સાથે શરીરના સોજા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેસર, યુરિક એસિડ થાયરોઇડ, માઈગ્રેન વગેરે રોગોના કારણ અને સારવારની સમજણ અપાશે. આ ઉપરાંત ડૉ. ધ્રુમિન પ્રજાપતિ દ્વારા ફેફસાંને લગતા તમામ રોગોની ફ્રી તપાસ અને ટીબી, દમની બીમારી, નસકોરાં બોલવા વગેરે અંગે સારવાર માટે માર્ગદર્શન, લિટલ મીરેકલ્સ “બાળકોની સુપર સ્પેશ્યિયાલિટી હોસ્પિટલ દ્વારા બાળકોને લગતા તમામ રોગોની વિના મૂલ્યે તપાસ અને માર્ગદર્શન, જ્યોતિ પેથોલોજી અને ડાયાગ્નોસીસ સેન્ટર કુડાસણ ડો.ભૂમિકા રાઠોડ દ્વારા સુગર, કોલેસ્ટ્રોલ અને બ્લડ ગ્રુપની નિ:શુલ્ક તપાસ સાથે હેલ્થ ચેકઅપ પ્લાન જેમાં સીબીસી, યુરિન તપાસ, ક્રિએટાઇમીન, સુગર, એસજીપીટી, કોલેસ્ટ્રોલ, ટીએસએચ, વિટામીન બી-૧૨ અને વિટામીન-ડીના ટેસ્ટ વગેરે રાહતદરે કરી અાપવાની સેવા આપવામાં આવશે. સરગાસણ ટીપી-૯ના રહેવાસીઓને આ કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu