ગાંધીનગર: વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનુ છુટક વેચાણ કરતા પાથરણા, લારીવાળા લાભાર્થીઓને તેમના ફળ શાકભાજી વગેરેનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકર્તાઓને વિનામૂલ્યે છત્રી-શેડકવર પુરા પાડવાની યોજના અમલમાં છે.
આ યોજનાની અરજી કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ તા. ૧૭/૬/૨૦૨૨ થી તા ૧૬/૭/૨૦૨૨ સુધી ખુલ્લું રેહશે. આ યોજનાનો લાભ લેવા માટે ikhedut. portal પર ઓનલાઇન અરજી કરી શકાશે.
ઓનલાઇન અરજીની પ્રિન્ટ સાથે જરૂરી સાધનીક કાગળો જેવાકે રેશનકાર્ડની નકલ, આધારકાર્ડની નકલ, તેમજ ગ્રામ્ય વિસ્તારો માટે જે તે ગ્રામ સેવક, તલાટીનો ફળ, ફુલ, શાકભાજી કે અન્ય નાશવંત કૃષિ પેદાશોનુ છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઈવહુડ મિશનનાં GULM કાર્ડની નકલ અથવા સક્ષમ અધિકારીઓનો દાખલો નાયબ બાગાયત નિયામકની કચેરી, સહયોગ સંકુલ, પાંચમો માળ, સી-બ્લોક, પથિકાશ્રમની બાજુમાં, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે કચેરીના કામકાજના દિવસો દરમ્યાન સત્વરે જમા કરાવવાના રહેશે.
વધુ માહિતી માટે ફોન નંબર- ૦૭૯-૨૩૨૫૭૭૬૦ અથવા email: ddhgandhinagar@gmail.com પર સંપર્ક કરવા માટે નાયબ બાગાયત અધિકારીએ જણાવ્યું છે
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu