ગાંધીનગર: ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ચંચળબેન મફતલાલ પટેલ ફિઝિયોથેરાપી કોલેજ, દ્વારા લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજ, વેસ્ટ- સાનફ્રાન્સિસ્કો, કેલિફોનિયા, અમેરિકાના સહયોગથી તા. 20 જૂનથી 22 જૂન 2022 સુધી ત્રિ- દિવસીય ફ્રી કાયરોપ્રેકટર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંધિવા, સ્નાયુપેશીઓની ઈજા જેવી પીડા માટે સારવાર કરવામાં આવશે. આયોજિત ફ્રી સારવાર કેમ્પમાં અર્થે લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજના પ્રેસિડેન્ટ ડૉ. રૉનની ટીમના 12 જેટલા સભ્યો કાયરોપ્રેકટર તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેશે.
આ વિશે વાત કરતા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલે જણાવ્યું હતું, કે ‘કર ભલા હોગા ભલા’ ના ધ્યેય સાથે 1919માં શરૂ થયેલ આ સંસ્થા એક શતાબ્દી પસાર કરી એક નવા ચરણમાં પ્રવેશ કર્યો છે. આજે સી.એમ.પટેલ ફિઝિયોથેરાપી કોલેજ અને લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજ, વેસ્ટ- સાનફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, અમેરિકાના સહયોગથી તા. 20 જૂનથી 22 જૂન 2022 સુધી ત્રિ- દિવસીય ફ્રી કાયરોપ્રેકટર સારવાર કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ પ્રસંગે આપણી સાથે કાયરોપ્રિક્ટિક કોલેજના પ્રેસિડેન્ટ ડૉ. રોન ઓબરસ્ટાઈન અને તેમની ટીમ ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવશે.
કેમ્પના આયોજનનો મુખ્ય હેતુ જણાવતાં વધુમાં કહ્યું કે, અમેરિકાના પ્રવાસ દરમ્યાન કાયરોપ્રેકટર થેરાપી વિશે ત્યાનાં લોકોમાં જાગૃતિ જોઈ. આ થેરાપીના ફાયદા નિહાળ્યા અને કાયરોકટર થેરાપીની શિક્ષણ આપતી સંસ્થાઓ પણ જોવા મળી. જેમને તબીબી ડૉકટરો અને ફિઝિયોથેરાપિસ્ટ સમાન શિક્ષણ આપવામાં આવે છે. આ પદ્ધતિ આપણાં ત્યાં આવે અને લોકોમાં જાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપણાં ત્યાં બાળકોથી લઈને વયસ્કો સતત કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઈલનો ઉપયોગ કરે છે. જેનાથી ગરદનના સ્નાયુઓની સાથે ખુરશીમાં ખોટી રીતે બેસવાની પદ્ધતિથી પણ કમર દુઃખાવો, હાથ જકડાવા જેવી અનેક બીમારીઓથી પીડાઈએ છીએ. રાહત મેળવવા માટે આપણે અવનવી દવાઓનો ઉપયોગ કરતાં નવા રોગોને પણ નિમંત્રણ આપીએ છીએ. જો કે જાગૃત નાગરિકો ફિઝિયોથેરાપી, યોગ વિગેરેનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ મારા મતે જો કાયરોપ્રેકટર થેરાપીનો ઉપયોગ કરીએ તો ઘણી તકલીફોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ.
આ સાથે તેમણે કહ્યું હતું કે, આપણે શરીરને એક મશીનની જેમ ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેની કાળજી લેતાં નથી. આથી સ્નાયુઓના ખેચાણ સાથે શરીર રચનાને આપણે ડિસ્ટર્બ કે અડચણ ઉભી કરીને નવી તકલીફોને આમંત્રિત કરીએ છીએ. આ શરીર રચનાને પુનઃ સુનિયોજિત કરવાનું કામ કાયરોપ્રકેટર પદ્ધતિથી થાય છે. જે આપણી શરીર રચનાને યોગ્ય સ્થાને ગોઠવીને ગરદન, માથાનો દુઃખાવો, માઈગ્રેન, સ્નાયુઓ અને ચેતાતંત્રની તકલીફોન પુનઃ ગોઠવણ કરીને અનુભવાતી અને પેદા થતી બીમારીમાંથી રાહત અપાવશે.
આ પ્રસંગે કાયરોપ્રેક્ટિક કોલેજ, અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉ. રૉન ઓબરસ્ટાઈનૈ કાયરોપ્રેકટર થેરાપી વિશે પોતાનો મત પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, કાયરોપ્રેકટર ઉપયોગ મોટેભાગે ન્યુરો-મસ્ક્યુલો-સ્કેલેટલ ફરિયાદોની સારવાર માટે કરવામાં આવે છે, જેમાં પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો અને હાથ અથવા પગના સાંધામાં દુખાવોનો સમાવેશ થાય છે,” આ કાયરોપ્રેકટર થેરાપી માર્ગદર્શન માટે અમારી સંસ્થા દ્વારા કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં પણ પ્રયાસ કરી રહ્યાં છીએ. અમારી જાણકારી પ્રમાણે અને વલ્લભભાઈની સાથે થયેલી ચર્ચાઓના અનુસંધાને ભારતમાં સૌથી વધુ કરોડરજ્જુને લઈને ઈજાઓ અને પીઠને લઈને દુખાવાના પ્રમાણો વધી રહ્યાં છે. અમારા 12 તજજ્ઞો દ્વારા સોમવારથી લઈને બુધવાર સુધી આપના શરીરને લગતી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે. આ સારવાર કેમ્પનો લાભ આપના થકી ગાંધીનગર અને અમદાવાદના નાગરિકોને મળી રહે તેવી અપેક્ષા છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu