ગાંધીનગર: ગાંધીનગર મહાનગર ભાજપાની કારોબારી બેઠક તા.૨૪ મે ૨૦૨૨, મંગળવારે સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, સે.૧૭ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મહાનગરના પ્રભારીશ્રી મોહનભાઇ પટેલ, મહાનગરના અધ્યક્ષ ઋચિર ભટ્ટ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર, મેયર હિતેશ મકવાણા, ડૅ. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, મહામંત્રીઓ કનુભાઈ દેસાઈ, ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ, કોર્પોરેટરો, કારોબારી સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરની કારોબારી બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ‘વંદે માતરમ’ના સમૂહગાનથી કરવામાં આવી હતી.
મહાનગરના પ્રભારી મોહનલાલ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપા કાર્યકર્તાઓની પાર્ટી છે, ભાજપાનો નાનામાં નાનો કાર્યકર્તા સતત સક્રિય રહી વિવિધ સંગઠનાત્મક કાર્યો થકી વિરામ અને વિશ્રામ સિવાય જનતાની વચ્ચે રહે છે. કરોડો કાર્યકર્તાઓની મહેનતના પરિણામસ્વરૂપ આજે ભાજપા વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પ્રધાનસેવક’ તરીકેના ૮ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે પ્રભારી મોહનલાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મજબૂત કરવા, વિકાસના નવા આયામો સર કરવા, દેશને સુરક્ષિત કરવા, વિશ્વમાં નવી ઓળખ અપાવવા અવિરતપણે રાષ્ટ્રસેવાના મક્કમ નીર્ધાર સાથે દુરંદેશી અને મજબૂત નિર્ણયશક્તિ સાથે દેશનું અભૂતપૂર્વ નેતૃત્વ કર્યું છે તે અંગે વાત કરી કેન્દ્ર સરકારની કામગીરીને બિરદાવી હતી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વડપણ હેઠળ ભાજપનું સંગઠન જે પ્રકારે જનતાની સેવામાં લાગેલું છે તે અંગે છણાવટ કરી હતી.
આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ ઋચિર ભટ્ટે તેમના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ભાજપનું સંગઠન વધુ ને વધુ મજબૂત થઈ રહ્યું છે. ઋચિર ભટ્ટે બેઠકમાં ઉપસ્થિત સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોને કાર્યકર્તાઓની સાથે હોદ્દાની રુએ નહીં પરંતુ સામાન્ય કાર્યકર્તાની જેમ જ હંમેશા સૌ કાર્યકર્તાઓ સાથે ખભેથી ખભો મીલાવીને રાષ્ટ્રસેવાના ભાવથી સતત કાર્યરત રહેવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગત સમયમાં પ્રદેશ નેતૃત્વ દ્વારા અપાયેલાં વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ મહાનગર સંગઠનને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે આગામી કાર્યક્રમો અંતર્ગત ઉપસ્થિત સૌની સાથે સંવાદ કર્યો હતો તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ‘મિશન ૧૮૨’ અંતર્ગત ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભામાં ભવ્ય વિજયનો નીર્ધાર વ્યકત કર્યો હતો.
ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના વરિષ્ઠ ધારાસભ્ય શંભુજી ઠાકોરે તેમના સંબોધનમાં જનસંઘની સ્થાપનાથી લઈને આજે ભાજપની વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનવા સુધીની સફર દરમિયાનના તેમના સંસ્મરણો જણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપા જ એવી રાજકીય પાર્ટી છે જેમાં નાના કાર્યકર્તાની કદર થાય છે અને બુથનો સામાન્ય કાર્યકર્તા પણ સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચી શકે છે.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્યસરકાની વિવિધ જનકલ્યાણકારી યોજાઓના લાભથી તેમની આસપાસના વિસ્તારનો કોઈ લાભાર્થી વંચિતના રહે તે સુનિશ્ચિત કરવુ એ પ્રત્યેક કાર્યકર્તાની ફરજ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સૂત્ર સાથે આજે દેશના પ્રત્યેક નાગરિક માટે અવિરતપણે કાર્ય કરી રહ્યા છે અને દેશને સુશાસન આપી રહ્યા છે જેને આઠ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જે આપણા માટે આનંદનો વિષય છે. સંગઠનની તાકાત અને સરકારની પ્રજાલક્ષી કામગીરીથી ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ એમ બંને બેઠક ભાજપા જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મહાનગરના મહામંત્રી કનુભાઈ દેસાઈ, ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રાસંગિક ઉદબોધન કરી અગામી સંગઠનના કાર્યક્રમોની રૂપરેખા અને કાર્યવિધિ અંગે તેમજ વિવિધ સંગઠનાત્મક વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.
આજની કારોબારી બેઠકના અંતે મહાનગર ભાજપા સંગઠન દ્વારા પ્રત્યેક વોર્ડમાં દર મહિને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ના કરવામાં આવતા આયોજનના સંદર્ભમાં સુંદર આયોજન કરવા બદલ વોર્ડ નં.૯ ને પ્રથમ, વોર્ડ નં. ૭ને દ્વિતીય અમે વોર્ડ નં.૫ સંગઠનને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહનના ભાગરૂપે મોમેન્ટો અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu