ગાંધીનગર: ગુજરાતી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી માટે કોરોનાના કપરા સમય બાદ બે વર્ષ બાદ જીફા એવોર્ડ એટલે કે ગુજરાતી ફિલ્મ ફેટનિટી એવોર્ડ-૨૦૨૧નું આયોજન કરાયું હતું. ખાસ ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા ચહેરાંઓએ આ ખાસ રાતની રોશની વધારી હતી. ગાંધીનગરના ભાટ ખાતે નારાયણી હાઇટસ્માં આ એવોર્ડ ફંક્શન યોજાયું જેમાં ગુજરાતી ફિલ્મોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ અપાયા હતાં.
આ એવોર્ડ ફંકશનમાં ગુજરાતી ચલચિત્રોની જાણીતા ચહેરાઓ રોમા માણેક, નેહા મહેતા, મોના થીબા કનોડિયા, સિંગર ભૂમિ ત્રિવેદી સાથે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય અને સુપર સ્ટાર હિતુ કનોડિયા, બીજેપી યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, ક્રિકેટર પાર્થિવ પટેલ બિહારી હેમુભાઇ ગઢવી, શ્રદ્ધા ઝા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા સાથે જ ગુજરાત ટુરિઝમ, રીયા ટાટા, પિક્સર ટેક્નોલોજી સહિત ઘણાં સ્પોન્સર્સ પણ જોડાયાં હતાં. સાથે જ ભાવિની જાની, શૌનક વ્યાસ, કલ્પેશ પટેલ લોક કલાકાર યોગેશ ગઢવી, બિહારી હેમુ ગઢવી, ક્રિકેટર પાર્થિવ પટેલ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને સામાજીક કાર્યકર રીવાબા જાડેજા, ડો. ઋત્વિજ પટેલ, પ્રશાંત કોરાટ, યજ્ઞેશ દવે, ડો.રણજીત વાક, ડો.પ્રદ્યુમન વજા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. વર્ષ ૨૦૨૧માં વિજયગીરી બાવાની ફિલ્મ ૨૧મું ટિફ્ન, ધન ધતૂડી પતૂડી, દીવા સ્વપ્ન જેવી ફિલ્મો ઝળકી હતી.
બેસ્ટ એક્ટર તરીકે મલ્હાર ઠાકર ફિલ્મ ‘ધુઆંધાર’ માટે તો બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ પ્રિનલ ઓબેરોયને ફિલ્મ ‘કોઠી ૧૯૪૭’ ફિલ્મ માટે મળ્યો હતો સાથે બેસ્ટ ફિલ્મ તરીકે ‘ધુંઆધાર’ સિલેક્ટ થઇ છે. બેસ્ટ નેગેટિવ રોલમાં ‘દીવા સ્વપ્ન’ માટે બિમલ ત્રિવેદી, બેસ્ટ સપોર્ટીંગ ફીમેલ એક્ટ્રેસ તરીકે ‘૨૧મું ટિફિન’ માટે નૈત્રી ત્રિવેદી તો મેલ કેટેગરીમાં ફિલ્મ ‘દીવા સ્વપ્ન’ માટે ચેતન દૈયા અને ફિલ્મ ‘ધૂંઆધાર’ માટે હિતેન કુમારના ફાળે ગયો. બેસ્ટ ડિરેક્ટરનો તાજ રિહાન ચૌઘરીને ફાળે ગયો, તો બેસ્ટ કોમિક રોલ માટે ‘એકડ એક’ ફિલ્મના સ્મિત પંડ્યા જ્યારે ‘ધન ધતૂડી પતૂડી’ના હેમાંગ દવેને મળ્યો હતો. બેસ્ટ નેગેટિવ રોલમાં બિમલ ત્રિવેદીને ફિલ્મ ‘દીવા સ્વપ્ન’ માટે મળ્યો તો બેસ્ટ મ્યુઝિક માટે મેહુલ સુરતી, બેસ્ટ લિરિક્સ પાર્થ તારપરાને ‘શણગાર અધૂરો’ ગીત માટે મળ્યો. બેસ્ટ મેલ સિંગર તરીકેનો એવોર્ડ પાર્થ ઓઝા જ્યારે બેસ્ટ ફીમેલ સિંગરનો એવોર્ડ ફિલ્મ ‘૨૧મું ટિફિન’ના મહાલક્ષ્મી ઐયરના ફાળે ગયો હતો.
આ સાથે એનિમેશન કેટેગરીમાં ‘શ્રીમદ્ રાજચંદ્રાચાર્ય’ ફિલ્મને પણ એવોર્ડથી સન્માનિત કરાઇ હતી અને સ્પેશિયલ કેટેગરીમાં જીફા ગોલ્ડન એવોર્ડ રોમા માણેકને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ અપાયો હતો. જીફા સ્પેશિયલ એવોર્ડ નેહા મહેતાને સાથે જ પત્રકાર ક્ષેત્રમાંથી ફિલ્મી પડદે પદાર્પણ કરનાર બંસી રાજપૂત અને દેવાંગ ભટ્ટને પણ અપાયા હતાં. આ સાથે જ કોરોનામાં ગુજરાતી ફિલ્મના જાણીતા યુવા મ્યુઝિક ડિરેક્ટરની ખોટ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીને પડી છે ત્યારે સ્વ. આકાશ શાહને પણ ૨૦૨૧ જીફા દ્વારા સન્માનવામાં આવ્યાં હતા. કાર્યક્રમમાં ”ધન ધતુડી પતુડી”ના પર્ફોમન્સમાં ભાઇ ભાઇ ફેમ અરવિંગ વેગડા, સંજય સિંહ ચૌહાણએ અમદાવાદનો રિક્ષા વાળા ફ્યુઝન પર હટકે પર્ફોમ કર્યું હતું અને તારક મહેતા સિરિયલ ફેમ અંજલી એટલે કે નેહા મહેતાના પર્ફોમન્સને દર્શકોએ માણ્યું હતું.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu