fbpx

ગાંધીનગર જિલ્લાના જલુંદના અવાવરું કુવામાં દસ દિવસથી પડી ગયેલા ગલડિયાંનો આબાદ બચાવ કરાયો

ગાંધીનગર : જેને રામ રાખે તેને કોણ ચાખે… આ કહેવત જલુંદ ગામના એક ખેતરના અવાવરું કુવામાં પડી ગયા પછી દસેક દિવસ સુધી જીવન સામે લડત આપીને હેમખેમ બહાર આવનાર એક ગલુડિયાંના કિસ્સામાં અક્ષરસ: સાચી પડી છે. આ ગલુડિયાને નવું જીવન બક્ષવામાં જલુંદ ગામના ખેડૂત, જાગૃત નાગરિક અને ગાંધીનગર ફાયર બ્રિગેડનું મહત્વનું યોગદાન રહ્યું છે.

ગાંધીનગર જીલ્લાના જલુંદ ગામમાં રમણજી ઠાકોરના ખેતરમાં આવેલ પાણીના જુના અવાવરુ જેવા ઊંડા કુવામાં દસેક દિવસ પેહલાં કુતરાનું એક નાનું ગલુડિયું રમતા રમતા પડી ગયું હતું જેની કોઇને જાણ નહોતી. આ દરમ્યાન અન્ય કૂતરાં કુવાની આસપાસ ભસતાં રહેતા જેના જવાબમાં તે ગલુડિયું પણ પ્રત્યુત્તર આપતું હતું પરંતુ કોઇનું ધ્યાન તે તરફ ગયું નહોતું. થોડા દિવસ અંદર રહ્યાં પછી ભૂખથી કણસતા એ ગલુડીયાનો અવાજ કોઇએ સાંભળ્યો અને ખેતરના ખેડૂત રમણજી ઠાકોર સહિત આજુબાજુના ખેડૂતોને ખબર પડતાં તેમણે પહેલાં તો ગલૂડિયાંને ખાવા માટે કૂવામાં દોરડે વાસણ બાંધીને પાણી અને રોટલા આપતા તે ગલુડિયાએ તે ખાતા-પીતા તેના જીવમાં જીવ આવ્યો હતો. આ પછી ખેડૂતોએ કુવામાં ડોલ લટકાવીને તેને કાઢવા ઘણો પ્રયાસ કર્યો પરંતુ નાનું ગલુડિયું ડોલ ઉંચકાતાં જ ગભરાઇને ડોલમાંથી કૂદી જતું હતુ એટલે તેમણે રોજ ખવડાવવા-પીવડાવવાનું ચાલું રાખ્યું હતું. છેવટે ખેડૂત રમણજી ઠાકોરે ગામના યુવા અગ્રણી અને જીવદયાપ્રેમી જાગૃત નાગરિક અલ્પેશભાઈ પ્રજાપતિને જાણ કરતા તેમણે સ્થળ પર જઇને સ્થિતિ નિહાળી ગલુડિયાને બચાવવા ગાંધીનગરના ફાયર ઓફિસર મહેશભાઇ મોડને જાણ કરી હતી.

આ કોલ મળતાં જ ફાયર ટીમનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને ફાયરની ટીમ દ્વારા પણ ઘણી મહેનત કર્યા બાદ છેવટે આ જુના અવાવરું ઊંડા કૂવામાં ફાયરમેન ઇલેશભાઈ દવે દોરડું બાંધીને દોરડાંની નિસરણીના સહારે કુવામાં ઉતર્યા હતા જેમણે મહામહેનતે ગલૂડિયાંને ડોલમાં બેસાડી હેમખેમ બહાર કાઢ્યું હતું. ગલુડિયું બહાર આવતાં જ અન્ય કૂતરાં પણ ગેલમાં આવી ગયાં હતા અને મોટા કૂતરાઓ તો દોડીને તેં બચ્ચાંને ચાટવા લાગ્યા હતાં. આ ગલુડિયું કુવામાં પડ્યું છતાં તેને કોઇ મોટી ઈજા થઈ ન હતી જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ગલુડિયાંને બચાવવાના સેવાકાર્યમાં જલુંદ ગામના જાગૃત નાગરિક અલ્પેશભાઇ પ્રજાપતિ અને ખેડૂતો તથા ફાયરની ટીમે માનવતાનું પ્રસંશનીય ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પેશભાઇ પ્રજાપતિ જેઓ તેમના ભાઈઓ તથા ગામના મિત્રો સાથે મળીને હંમેશા અબોલ જીવોની સેવા માટે તત્પર રહે છે અને યુવાનોને સદકાર્યો માટે પ્રેરિત કરે છે.

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download Mytro App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.