fbpx

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રીડેવલપ થયેલા ગાંધીનગર કેપીટલ રેલવે સ્ટેશનનું કર્યુ વર્ચ્યુઅલી લોકાર્પણ

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ”ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’,  ૩૧૮ રૂમની સુવિધા ધરાવતી આધુનિક ફાઇવસ્ટાર હોટેલ,  અમદાવાદના સાયન્સસિટીમાં રૂ. ર૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી-૧ર૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી રોબોટીક ગેલેરી અને રૂ. ૧૪ કરોડના ખર્ચે આકાર પામેલા નેચર પાર્ક – એમ ત્રણ નવિન પ્રકલ્પો તથા ગાંધીનગર-વારાણસી નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન, સુરેન્દ્રનગર-પીપાવાવ ર૬૬ કિ.મી. રેલ્વે ઇલેકટ્રીફિકેશન, વડનગરને સાંકળી લેતા મહેસાણા-વરેઠાના ઇલેકટ્રીફાઇડ બ્રોડગેજ રેલ ખંડનું આજે તા.૧૬ જુલાઈના રોજ વર્ચ્યુઅલ લોકાર્પણ કરતી વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીનું ભારત નવી આકાંક્ષા-નવયુવા અપેક્ષાનું ભારત છે. આજના આ વિકાસકાર્યોનાં લોકાર્પણો નવા ભારતની ઓળખ માટે નવતર કડીરૂપ બનશે.

તેમણે જણાવ્યું હતું કે, દેશનું લક્ષ્ય માત્ર ”કોન્ક્રીટ”ના માળખાઓ ઉભા કરવાનું જ નથી, કિન્તુ આ માળખાઓની સાથે ”કેરેક્ટર” – નવતર ચારિત્ર્યને જોડવાનું પણ છે. પૂર્વે ”અર્બન ડેવલપમેન્ટ” ના નામે જે કઈ થયું તેને છોડીને આપણે ઘણા આગળ વધ્યા છીએ. અમદાવાદમાં સાબરમતીના કાંઠે ‘લેક ડેવલપમેન્ટ ફ્રન્ટ”, સી-પ્લેન કે ઓપન જિમ્નેશિયમ કે કાંકરિયાની ફરતે અવનવા આકર્ષણો અંગે ક્યારેય કોઈ અમદાવાદીએ વિચાર્યું હશે ? આજે અમદાવાદ અને ગુજરાતના લોકો માટે આ નવા આકર્ષણો માત્ર મૂર્તરૂપ જ બન્યા નથી, તેણે સમગ્ર સમગ્ર ”ઇકો-સિસ્ટમ” બદલી નાખી છે ! આ પ્રસંગે ”સાયન્સ સીટી” ખાતે તૈયાર થયેલા ત્રણ નવા પ્રકલ્પો બાળકોને ”રિક્રિએશન” ની સાથે ”ક્રિયેટિવ” બનાવશે અને બાળકો તથા યુવાઓને વિજ્ઞાનમાં અભિરુચિ કેળવવાની દિશામાં અગ્રેસર પણ બનાવશે. અહીંના રોબોપાર્ક અને નેચર પાર્ક બાળકોના આકર્ષણનું કેન્દ્ર તો બનશે જ, સાથે-સાથે દેશની પ્રથમ અને એશિયાની પાંચમા ક્રમાંકની ”એક્વાટિક ગેલેરી” બાળકોનો સામુદ્રિક જૈવ સૃષ્ટિ સાથેનો અનુબંધ પ્રસ્થાપિત કરશે. ”રોબોટિક ગેલેરી”માં સંવાદ કરતા રોબો, ”રોબો કાફે” માં ભોજન પીરસતા રોબોટ્સના આકર્ષણો ની સાથે રોબોટ્સનો મેડિસિન-કૃષિ-સ્પેસ-ડિફેન્સના ક્ષેત્રોમાં ઉપયોગીતા અંગે બાળકો અને યુવાઓને નવા અનુભવો કરાવશે.

વડાપ્રધાને સોશિયલ મીડિયા ઉપર તેમણે  પોસ્ટ કરેલી રોબોટિક ગેલેરીને તસ્વીરોને મળેલા સુખદ પ્રતિસાદનો ઉલ્લેખ કરી આ વ્યવસ્થા આપણા  દેશ અને ગુજરાતમાં નિર્માણ જ પામી હોવાનું ગૌરવ સૌની સાથે વહેંચ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ”સાયન્સ સીટી”નો શાળા-મહાશાળાના બાળકો-વિજ્ઞાનમાં રુચિ ધરાવતા બાળકો મહત્તમ ઉપયોગ કરશે.

રેલવે પ્રકલ્પોના લોકાર્પણો બાદ શ્રી મોદીએ જણાવ્યું હતું કે, રેલવે આધુનિક અને સશક્ત ભારતનો પર્યાય છે. ગાંધીનગર-વારાણસી ટ્રેનના માધ્યમથી આજે સોમનાથની ધરતી -વિશ્વનાથની ભૂમિ સાથે જોડાઈ રહી છે. રેલવેમાં નવા રિફોર્મની જરીરુયાત હોવા અંગે જણાવતા શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, અમે ભારતીય રેલવેને ”સર્વિસ” ના સ્વરુપે જ નહિ, પરંતુ ”એસેટ”ની દૃષ્ટિએ વિકસાવવાનું શરૂ કર્યું છે. આ કારણે રેલવેની ”શાખ” બદલાઈ રહી છે. હવે રેલવે વધુ સુવિધાયુક્ત-સ્વચ્છ-સ્પીડ અને સુરક્ષા ધરાવતી બની ગઈ છે. આગામી દિવસોમાં ”ડેડીકેટેડ ફ્રિગેટ કોરિડોર” ના લીધે રેલવેની ગતિ વધુ વધશે. દેશની ”વંદે ભારત” અને ”તેજસ” જેવી ટ્રેનો તો પુરપાટ ઝડપે દોડવા લાગી છે, તે તેનું ઉદાહરણ છે, જે યાત્રિકોને નવો અનુભવ આપી રહી છે. રેલવેના કેવડિયા ટ્રેનોના લોકાર્પણ વખતે ”વિસ્ટા ડોમ” દ્વારા ”થ્રિલ ઓફ જર્ની” નો અનુભવ પણ લોકોએ કર્યો છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હવે ટ્રેનો-ટ્રેક્સ તથા પ્લેટફોર્મ્સ પહેલાથી ઘણા સાફ અને સ્વચ્છ છે. તેનું કારણ છે, રેલવેમાં લાગેલા બે લાખથી વધુની સંખ્યામાં રહેલા ”બાયો-ટોઇલેટ્સ”. આ વ્યવસ્થાના કારણે સ્વચ્છતા વધી છે. આગામી દિવસોમાં દેશના મુખ્ય રેલવે-સ્ટેશનના આધુનિકીકરણ, 2-3 ટીયરમાં વાઇ-ફાઇની સુવિધા, માનવરહિત ફાટકોનું અદૃશ્ય થવું -સહિતના અનેક નવા આયાઓમે ભારતીય રેલવેને વિશ્વની આધુનિક રેલવેમાં સ્થાન અપાવ્યું છે.

રેલવે દેશના ખૂણે-ખૂણે પહોંચે તે માટે તેનું  ”હોરિઝોન્ટલ એક્સપાન્શન&#