ગાંધીનગર : ઇન્ડિયન આર્મીમાં સોલ્જર જનરલ ડ્યુટી,ક્લાર્ક,ટ્રેડસમેન,ટેક્નીકલ અને સોલ્જર નર્સિંગમાં જોડાવવા માટેની રિક્રુટમેન્ટ રેલી તા.૦૫/૦૮/૨૦૨૧ થી ૨૨/૦૮/૨૦૨૧ દરમ્યાન કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,ગોધરા,જી-પંચમહાલ ખાતે યોજાનાર છે.
અરજી કરવા http://joinindianarmy.nic.in પર જઈ અરજી કરવાની રહેશે તથા જરૂરી સૂચનાઓ પણ આપેલ વેબસાઈટ પર ઉપલબદ્ધ છે. અરજી કરવાની છેલ્લી તા.૨૦/૦૭/૨૦૨૧ છે. અગત્યની સૂચનાઓ વિગેરેની માહિતી માટે આર્મી રિક્રુટમેન્ટ હેલ્પ લાઈન નંબર- ૦૭૯-૨૨૮૬૧૩૩૮, ૯૯૯૮૫૫૩૯૨૪ નો સંપર્ક કરવાનો રહેશે. ઉમેદવાર વધુ માહિતી માટે હેલ્પ લાઈન – ૬૩૫૭૩૯૦૩૯૦ નંબર પર ફોન કરી આર્મી ભરતી વિષે માહિતી મેળવી શકે છે. તથા જીલ્લા રોજગાર કચેરી, સી- વિંગ, પ્રથમ માળ, સહયોગ સંકુલ, સેક્ટર-૧૧, ગાંધીનગર કચેરીની મુલાકાત પણ લઇ શકશે, તેવું ગાંધીનગરના જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube