ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગારવાન્છુ યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તેમજ નોકરીદાતાઓને કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તેવો સુચારું આયોજન માટે સેતુરૂપ ભૂમિકા અદા કરે છે. તાજેતરમાં એમટેક ઇલેકટ્રોનિક લીમીટેડ ખાતે ફીટર, વાયરમેન અને પેકેજિંગ માટેની જગ્યાઓ ખાલી છે. આ જગ્યા પર નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારની ઉંમર ૧૮ થી ૨૮ વર્ષની હોવી જરૂરી છે. તેમજ ધોરણ – ૯ અથવા ૧૦, આઇ.ટી.આઇ. ફીટર અને વાયરમેનનો અભ્યાસ જરૂરી છે. રોજગારી મેળવતા ઉમેદવારોએ કંપનીના ઇમેલ personnel@amtechelectronics.com પર તેમનો બાયોડેટા મોકલી આપવાનો રહેશે.
તેમજ ટેક મહિન્દ્રા લીમીટેડ ખાતે કસ્ટમર કેર એકઝીક્યુટીવની જગ્યાઓ ખાલી છે. જેમાં ઉમેદવારની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોવી જરૂરી છે. તેમજ ધોરણ- ૧૨ પાસ હોવા જરૂરી છે. ગુજરાતી અને હિંદી બોલી શકે તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોવા જરૂરી છે. રોજગારી મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ કંપનીના ઇમેલ as00472031@techmahindra.com પર બાયોડેટા મોકલી આપવાનો રહેશે.
તેમજ ઉમેદવારો રજિસ્ટ્રેશન લિંક https://forms.gle/nS7J6V492udWr97WA પર જઇ પોતાનું ફોર્મ ભરી શકે છે, તેવું જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube