ગાંધીનગર : શુભમ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલા જાગૃતિ અને સશકિતકરણ માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે મહેંદી સ્પર્ધા, ભજન સ્પર્ધા વગેરેનું સેક્ટર-8 વાલ્મીના પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગાંધીનગરની મહિલાઓ હાજર રહી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જે.પી. પરમાર અધિક્ષક ઇજનેર, એડ્વોકેટ પાર્વતીબેન, કોર્પોરેટર ઉર્મિલાબેન વર્મા વગેરે હાજર રહ્યા હતા અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી સંદર્ભે મહિલા જાગૃતિ અને સશકિતકરણ અંગે પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમનું આયોજન શુભમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હંસાબેન પરમાર, અનુપમાબેન, જાગૃતિબેન પરમાર અને ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતાં અને અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવમાં આવી હતી. મોટી સંખ્યામાં હાજર રહેલ બહેનો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર માનીને કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી..
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube