ગાંધીનગર : વટવાની આયેશા મકરાણીનો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરતાં પહેલા બનાવેલ વીડિયો વાઈરલ થતાં જ સમગ્ર દેશમાં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે જેને અનુલક્ષીને સોશિયલ મીડિયાથી લઈને દેશના પ્રમુખ માધ્યમોમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ સંદર્ભે યુટ્યુબ પર પોતાના રમુજી વિડીયોથી સુપ્રસિધ્ધ બનેલા “અમદાવાદી મેન” ટીમ દ્વારા “ધ રિવરફ્રન્ટ સ્ટોરી” નામનો નવો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે જેને માત્ર બે દિવસમાં જ બે લાખથી વધુ દર્શકોએ નિહાળ્યો છે. આ વીડિયોમાં ગાંધીનગરના રાંધેજા ખાતે રહેતી અને સમર્પણ કોમર્સ કોલેજની વિદ્યાર્થિની નિશા જાનીનો અભિનય ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી માત્ર રમૂજી શોર્ટ ફિલ્મો બતાવતા “અમદાવાદી મેન” ટીમ દ્વારા પહેલીવાર સંવેદનાત્મક વિડીયો ફિલ્મ બનાવીને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી છે. આ વિડીયો ફિલ્મમાં કુશલ મિસ્ત્રી, પાર્થ પરમાર, જતીન પ્રજાપતિ સાથે ગાંધીનગરની યુવા અભિનેત્રી નિશા જાનીએ અભિનય આપ્યો છે. આ વિડીયો થકી અમદાવાદી મેન દ્વારા તેમના રમૂજી અંદાજમાં યુવાનોને નાની નાની બાબતમાં નાસીપાસ થઇને આત્મહત્યા જેવું ઘાતક પગલું ભરવું ના જોઈએ કેમ કે જીવન ખૂબ જ અમૂલ્ય છે તે સંદર્ભે જાગૃત કરતો સંદેશો પાઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ શોર્ટ ફિલ્મને ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે અને માત્ર બે દિવસમાં તેને બે લાખથી વધુ દર્શકોએ નિહાળ્યો છે. આ વીડિયોમાં એક માત્ર મહિલા પાત્ર તરીકે ગાંધીનગરની સમર્પણ કોમર્સ કોલેજના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તથા યુવા અભિનેત્રી નિશા જાનીનો અભિનય પ્રશંસા પામી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિશા જાની એનએસએસ વોલિયન્ટર છે અને ગત વર્ષે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને નવી દિલ્હી ખાતે રાજપથ પર પરેડમાં સામેલ થઈ ચૂકી છે. આ સાથે અત્યાર સુધીમાં સાત શોર્ટ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube