ગાંધીનગર : તાજેતરમાં તા.૨૬ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ દરમ્યાન ભુતાન ખાતે થાઇ કિક બોકસીંગ એસોશીયેશનની ઇન્ટરનેશનલ ચેમ્પયનશીપ યોજાઇ હતી. જેમાં ગાંધીનગર જિલ્લામાંથી કું. ચાર્મી ચૌહાણ અને શ્લોક ચૌહાણે ભાગ લીધેલ હતો. જેઓ ઇન્ડો ભુતાન ખાતે પ્રથમ ક્રમે ગોલ્ડ મેડલ સાથે વિજેતા બન્યા હતાં. તેમજ ગુજરાત રાજ્યમાંથી સુરત જિલ્લામાંથી પણ ૭ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જેઓ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી તમામ ખેલાડીઓ વિજેતા થયા હતાં અને ગુજરાત રાજ્ય અને ભારતનું નામ રોશન કરેલ છે.
ઇન્ડો ભુતાન સામે ભારતની ટીમ ભાગ લઇને ૭ ગોલ્ડ મેડલ, ૩ સિલ્વર મેડલ અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવી પ્રથમ ક્રમની ચેમ્પ્યનશીપ ટ્રોફી મેળવી ભારતની ટીમ વિજેતા થયેલ છે. આ ચેમ્પયનશીપમાં કોચ તરીકે હાર્દિક રાઠોડ અને ચેમ્પશીપના જજ તરીકે તેમને પણ ઇન્ડો ભુતાનથી મોમેન્ટો મેળવી સન્માનીત કરવામાં આવેલ છે. તમામ વિજેતા ખેલાડીઓનું સ્પર્ધા માટે તાલીમ તેમના કોચ હાર્દિક રાઠોડ, જીતેન્દ્ર પરમાર અને મહિલા કોચ કું. નેહા હિરાપરા દ્વારા આપવામાં આવેલ છે. તેમજ વિજેતા ખેલાડીઓને અભિનંદન તેમના દ્વારા તેમજ તેમેની શાળા દ્વારા પાઠવવામાં આવે છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube