ગાંધીનગર : ગાંધીનગરમાં છેલ્લાં છ વર્ષથી ચાલતી પુસ્તક પરબ પ્રવૃત્તિ તાજેતરમાં કોરોનાની પરિસ્થિતિને કારણે યોજાતી નહોતી પરંતુ ગત ફેબ્રુઆરી માસ દરમ્યાન પુસ્તક પરબ યોજાઈ હતી જેનો ઘણા પુસ્તક પ્રેમીઓએ લાભ લીધો હતો. હવે માર્ચ માસની પુસ્તક પરબ ગાંધીનગરના સેક્ટર – ૧૨માં ઉમિયા મંદિર પાસે બલરામ ભવન ખાતે તા. ૭મી માર્ચ રવિવારના રોજ સવારે ૮.૦૦ થી ૯.૩૦ દરમ્યાન યોજાશે. આ પુસ્તક પરબ સોશીયલ ડિસ્ટન્સ સહિત કોવિડ-૧૯ના નિયમોની પૂર્ણ કાળજી સાથે યોજાશે. મુલાકાતીઓએ માસ્ક પહેરી આવવા આયોજકો દ્વારા જણાવાયું છે.
પરબ પાસે ઉપલબ્ધ પુસ્તકો – સામયિકો મુલાકાતીઓને અગાઉ જેમ પ્રાપ્ય બનશે. માતૃભાષા અભિયાનના ઉપક્રમે અને આત્મન ફાઉન્ડેશનના સહયોગથી પુસ્તક પરબ ટીમના મિત્રો દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. પુસ્તકપ્રેમી વડીલો, વિદ્યાર્થીઓ, બહેનો, ભાવકોને પુસ્તક પરબનો લાભ લેવા આત્મન સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવી છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube