ગાંધીનગર : ભારતના મહાન વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને કરેલા રામન કિરણોની શોધને કારણે આ દિવસે તેમને સર્વોચ્ચ સન્માન નોબલ પારિતોષિક મળ્યું હતું ત્યારથી ૨૮ ફેબ્રુઆરી નો દિવસ – રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ધ્વારા આ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ફેબ્રુઆરી માસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસની ઉજવણી વિવિધ થીમ આધારિત કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણીનો વિષય “Future of STI: Impacts on Education, Skills and Work” રાખવામાં આવ્યો છે. આ વિષયને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવશે.
નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આ દિવસની ઉજવણીના ભાગ રૂપે અંબા સ્કુલ ફોર એકસલન્સ, અડાલજ ના વિદ્યાર્થીઓ માટે વર્ચુઅલ ફન વિથ કેમેસ્ટ્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિસર્ગ સાયંસ સેન્ટર ના કો-ઓર્ડીનેટર શ્રી હાર્દિક મકવાણા એ વિદ્યાર્થીઓને ડો.સી.વી. રામને કરેલી શોધોની માહિતી આપી હતી તેમજ તેમના જીવન ઝરમર વિષે ચર્ચા કરી હતી. ડો રામને શોધેલા રામના કિરણો ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે દુનિયાને કેટલા ઉપયોગી નીવડ્યા તેની પણ સમજ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ માટે તેમના અભ્યાસ ક્રમમાં આવતા રસાયણ વિજ્ઞાનના વિવિધ પ્રયોગો દેખાડવામાં આવ્યા હતા તેમજ તેમાં થતી રસાયણિક પ્રક્રિયાઓની સમાજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ એ જાતે પણ કેટલાક પ્રયોગો કરીને રોમાંચ અનુભવ્યો હતો.ઉપરાંત તાંત્રિકો અને ભૂવાઓ દ્વરા અંધશ્રદ્ધા ફેલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રયોગો જેવા કે ગ્લાસમાંથી જીન પેદા કરવો, ચોખા માંથી કંકુ કાઢવું, નારિયેળમાં દીવો કરવો,લીંબુ માંથી લોહી કાઢવું , નારિયેળ માંથી ચુંદડી અને મૂર્તિ કાઢવી જેવા અનેક પ્રયોગો વિદ્યાર્થીઓને દેખાડવામાં આવ્યા હતા અને પ્રયોગો પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય હરીશભાઈ રાવળ, વિજ્ઞાન શિક્ષક મોહિતભાઈ અગ્રાવત, ભાવિનભાઈ જોષી તેમજ ૬૬ જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન હાજર રહ્યા હતા.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube