ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-૧૯માં જે.ડી. પટેલ પ્રગતિ ફાઉન્ડેશન સંચાલિત સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમ ખાતે આજે સવારે સાયબેઝ સોફ્ટવેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સીએસઆર યુનિટ સાયબેઝ આશા દ્વારા સંસ્થાના ૩૨ શેરો પોઝીટીવ બાળકોને માટે ત્રણ મહિના ચાલે તેટલું અનાજ-કરિયાણાનું દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જે. ડી. પટેલ પ્રગતિ ફાઉન્ડેશનના ચેરમેન અનુપભાઈ પરીખ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
સંસ્થાની મુલાકાતે ઉપસ્થિત સાયબેઝ આશાના ૯ સ્વયંસેવકોને સંસ્થાના સુપ્રીટેન્ડેન્ટ એકતા પટેલે સંસ્થાની કામગીરી તથા બાળકો અંગેની માહિતી પુરી પાડી હતી. સંસ્થાના બાળકોએ પણ કંપનીના સ્વયંસેવકો સાથે મળીને આનંદ કર્યો હતો તેમજ નાસ્તાની મોજ માણી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જે. ડી. પટેલ પ્રગતિ ફાઉન્ડેશન દ્વારા સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમનું સંચાલન સંભાળ્યા બાદ સંસ્થામાં ઘણા સુવિધાજનક અને માળખાકીય વિકાસને લગતા પરિવર્તનો કરવામાં આવ્યા છે તેમજ બાળકોને વધુ સારી સવલતો તથા તાલીમ આપવા પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. આ સાથે સાયબેઝ આશાની મદદથી જ એક નવા અદ્યતન કાઉન્સિલિંગ રૂમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube