ગાંધીનગર :લાયન્સ ક્લબ દ્વારા આજે તાજેતરમાં સાઇટ ફર્સ્ટ સમિતિના ચેરમેન સંજયભાઈ પટેલના નેતૃત્વમાં દસક્રોઇ તાલુકાના કણભા ગામ ખાતે નેત્ર નિદાન બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ કર્ણાવતી આઇ હોસ્પિટલના સહયોગથી આ નેત્ર નિદાન કેમ્પમાં કુલ 324 જેટલાં લાભાર્થીઓની આંખોની તપાસ કરવામાં આવી. 235 લાભાર્થીઓને ચશ્માનું રાહતદરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું.
તેમજ 26 જેટલાં દર્દીઓને મોતીયાના ઓપરેશનની જરૂરીયાત જણાયેલ છે. એન. સી. ડી. સેલ, જી.એમ.ઇ.આર.એસ., જનરલ હોસ્પિટલ ગાંધીનગરના સહયોગથી 324 જેટલાં દર્દીઓની બ્લડ પ્રેસર તેમજ ડાયાબીટીસની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું. લાયન વૈદેહીબેન ટાટુ તરફથી માસ્ક અને સેનીટાઇઝર પૂરું પાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી રામજી મંદિર કણભાના મહંતશ્રી પરશુરામદાસજી મહારાજના સહયોગથી લાભાર્થીઓને કેમ્પ સુધી પહોંચાડવાની સુવિધા તેમજ કેમ્પમાં ઉપસ્થિત લાયન સભ્યો તેમજ આમંત્રિત મહેમાનોને જમવાની સુવિધા પુરી પાડી હતી.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube