ગાંધીનગર: ગાંધીનગર શહેરના જેવી સફાઇની વ્યવસ્થા મહાનગર પાલિકામાં નવા ભળેલા વિસ્તારમાં કરવામાં આવી રહી છે. શનિવારે સવારે નવા વિસ્તારમાં ઘરે ઘરેથી કચરો લેવાની કામગીરીનો પ્રારંભ કુડાસણમાં રિલાયન્સ ચોકડી પાસેથી મેયર રીટાબેન પટેલના હસ્તે કરાવવામાં આવ્યો હતો. મેયર તથા ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘર અને સ્થાનિક વિસ્તારના આગેવાનોએ 35 કચરા ગાડીઓને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. આ તકે મેયરે રીટાબેન પટેલે જણાવ્યું કે ગાંધીનગર શહેરના જેવી જ સફાઇ વ્યવસ્થા 18 ગામ, પેથાપુર નગર પાલિકા અને 7 ટીપી વિસ્તારમાં કરવામાં આવી છે. હવેથી નવા સહિત સમગ્ર મહાપાલિકા વિસ્તારમાં દરેક ઘરેથી સવારે નિયત સમયે કચરો લઇ જવામાં આવશે.
મેયરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ કરાવવામાં આવ્યા છે અને તેનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગર પાલિકા પણ સ્વચ્છતા સર્વેક્ષણના સંબંધમાં ગોઠવવામાં આવેલી વ્યવસ્થાઓના પગલે અગ્રતાક્રમ મેળવ્યા છે. આ અંતર્ગતની સ્પર્ધાઓમાં પણ નગરવાસીઓ અને સંસ્થાઓ જોડાઇ હતી. ત્યારે સ્વચ્છતાને આદત બનાવવામાં આવે તો આવતીકાલના ભારતની તસવીર જુદી જોવા મળશે. પ્રદુષણ મુક્ત સમાજ વ્યવસ્થા ગોઠવી શકાશે અને જાહેર આરોગ્યને વધુ સમૃદ્ધ બનાવી શકાશે. સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ સંદિપસિંહ ગોહિલે જણાવ્યું કે નવા વિસ્તારોમાંથી કુલ મળીને દૈનિક 60 ટન જેટલા કચરાનું એકત્રીકરણ કરવામાં આવશે અને સુકો અને ભીનો કચરો અલગ લેવામાં આવશે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube