ગાંધીનગર : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સેકટર-23 સ્વામીનારાયણ ગુરુકુલ ખાતે યોજાયેલ યોજાયેલ યોગ કોચ શિબિરમાં યોગ કોચ સોનલ મહેતાને યોગ સેવક શીશપાલજી દવારા યોગ કોચની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે યોગ કોચ સોનલ મહેતાએ જણાવ્યુ હતું કે “મેં જયારે કોરોના વાયરસ અંગે જાણકારી મેળવી ત્યારે તેને માટે નાગરિકો જાગૃત થાય અને યોગ દ્વારા પોતાની ઈમ્યુન સીસ્ટમ મજબૂત બનાવે તે વિષે વિચાર્યું હતું. આ દરમ્યાન યોગ બોર્ડની જાહેરાત જોઈને મે યોગ ટ્રેનર બનવા અને યોગ શીખવાની શરૂઆત કરી જેથી મારી ઈમ્યુનીટી પણ મજબૂત બની અને મારૂ વજન ઉતરવાની શરૂઆત થઇ હતી. મેં યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરનું સર્ટીફીકેટ લીધું ત્યારબાદ યોગ કોચની ડીગ્રી લેવા સખત મહેનત કરવાની ચાલુ કરી સવારે 5 વાગે ઊઠી જવું, યોગ-પ્રાણાયામ કરવા તેમજ 20 વર્ષથી 80 વર્ષ સુધીના નાગરિકોને યોગ શીખવાડવાની શરૂઆત કરી હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તેમના સહયોગથી તેમજ માર્ગ દર્શનથી યોગ કોચની ડીગ્રી પણ હું મેળવી શકી. હવે મારું ધયેય યોગ ડીપ્લોમા કોર્સમાં ઉત્તીર્ણ થવાનું છે. યોગમાં સફળ થવા મને મળેલા સહયોગની દરેકની હું આભારી છું. મારી દરેકને વિનંતી છે કે શક્ય હોય તો દરરોજ તમારી તંદુરસ્તી માટે 15 મીનીટ યોગ અવશ્ય કરો”.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | YouTube