ગાંધીનગર: કલ્યાણ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર ઘ્વારા દર વર્ષે સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ આંતર વિભાગીય રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે આંતર વિભાગીય વકતૃત્વસ્પર્ધા,૨૦૨૦-૨૧નું આયોજનનું તા. ૧૫-૦૨-૨૦૨૧ ના રોજ બ્લોક નં ૧ના ૯મા માળે આવેલ ઓડીટોરીયમ, સચિવાલય, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે શ્રી પુલક ત્રિવેદી, સચિવશ્રી, પ્રેસ અકાદમી અને અધિક માહિતી નિયામકશ્રી અને શ્રી કલ્પેશ ભટ્ટ, નાયબ સચિવશ્રી, શિક્ષણ વિભાગએ સેવા આપેલ હતી.
આ સ્પર્ધામાં સચિવાલયના વિવિધ વિભાગોના કુલ ૮(આઠ) જેટલા સ્પર્ધકો હાજર રહ્યા હતા. આંતર વિભાગીય વકતૃત્વ સ્પર્ધા,૨૦૨૦-૨૧માં હેટ સ્પીચ અને સેટ સ્પીચનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધાનું સંચાલન સચિવાલય કલ્યાણ સમિતિ(કલ્યાણ શાખા) ઘ્વારા કરવામાં આવેલ હતું. સ્પર્ધાના સફળ આયોજન માટે શ્રી કમલ દયાની, આઇ.એ.એસ., અધિક મુખ્ય સચિવશ્રી (ક.ગ.),સામાન્ય વહીવટ વિભાગનું માર્ગદર્શન મળેલ હતું.
ઉકત સ્પર્ધામાં વિજેતા અને ઉપવિજેતા થનાર સ્પર્ધકોની યાદી નીચે મુજબ છે.
- સેટ સ્પીચ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોના નામ
૧ રીદ્ધી એન.ગુપ્તે
૨ લલીત ડી.પરમાર
૩ પ્રજાપતિ અરવિંદ એ.
- હેટ સ્પીચ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોના નામ
૧ રીદ્ધી એન.ગુપ્તે
૨ કીર્તીબેન અરવિંદભાઇ ચૌહાણ
૩ પ્રજાપતિ અરવિંદ એ.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube