ગાંધીનગર: સ્વરછભારત મિશન અને સ્વરછતા સર્વેક્ષણ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વરછતા તથા વેસ્ટ મેનેજમેન્ટ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયંસ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર પ્રેરિત નિસર્ગ સાયંસ સેન્ટર આ કાર્યક્રમમાં સહભાગી બનીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
ગાંધીનગર ધોળાકુવા ગામ ખાતે સ્વરછતા અંગે જાગૃતિ કેળવવા શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર અને મેયરશ્રીના માર્ગદર્શન નીચે યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો . “ગંદકીનો રાક્ષસ” નામના આ શેરી નાટકે ખુબ રંગ જમાવ્યો હતો શહેરના જાણીતા પત્રકાર અને નાટ્યકાર કુંતલ નિમાવતની ટીમે આ શેરી નાટક રજુ કર્યું હતું. લોકો પોતે સ્વરછ રહે ઘર ,શેરી અને ગામને સ્વરછ રાખે અને કચરો કચરા પેટીમાંજ નાખે તથા મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરે કચરો લઇ જવાની જે વ્યવસ્થા છે તેમજ કચરો આપે તેવી અપીલ કરવામાં આવી હતી
નિસર્ગ સાયંસ સેન્ટરના ના મેનેજીંગ ટ્રસ્ટી ડો.અનીલ પટેલ તથા સાયંસ કો-ઓડીનેટર હાર્દિક મકવાણા શિવાંગ પટેલ અને ધવલ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર તેજસ ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube