fbpx

સીપીએલ ટી-૨૦માં સિટી પોલીસ ટીમે અશોક ચૌધરીની સેન્ચ્યુરી સાથે ડોક્ટર્સ ટીમને ૧૪૩ રનથી હરાવી

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-૮ ખાતે ચાલી રહેલી સીપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં રવિવારે રમાયેલી લીગ મેચમાં સિટી પોલીસનો ડોક્ટર્સ ટીમ સામે વિજય થયો હતો. આ મેચમાં મેન ઓફ ધ મેચ અશોક ચૌધરીએ માત્ર ૩૫ બોલમ‍ાં સેન્ચ્યુરી ફટકારતી ઝંઝાવાતી બેટીંગ કરી હતી.

સીપીએલ ટુર્નામેન્ટમાં ગાંધીનગર ડોક્ટર્સ ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરતા ગાંધીનગર પોલીસની ટીમે પહેલાં બેટીંગ કરતાં ૨૦ ઓવરમાં ૨૦૮ રનનો ખડકલો કર્યો હતો જેમાં અશોક ચૌધરીએ માત્ર ૩૫ બોલમાં ૧૦૮ રન ફટકારી દીધા હતા. આ સાથે મનુભાઈ ચૌધરીએ ૨૩ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા. વિશાળ સ્કોરન‍ો પીછો કરતા ગાંધીનગર ડોક્ટર્સ ટીમ માત્ર ૬૫ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પોલીસ ટીમના બળવંતસિંહ ઝાલાએ ૫ વિકેટ ખેરવી હતી. અશોક ચૌધરીને મેન ઓફ ધ મેચનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download Mytro App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.