ગાંધીનગર સાહિત્યસભા પ્રથમ ઇ મૅગેઝિનની સફળતા બાદ હવે આ ઝલક મૅગેઝિન દર મહિનાના બીજા રવિવારે નિયમિત પ્રકાશિત કરવામાં આવશે. આ વખતે ગાંધીનગર સાહિત્યસભાના ઈ-માસિક ‘ઝલક’ માટે માર્ચ માસના અંકનો મુખ્ય વિષય (થીમ) સ્ત્રીસંવેદન રાખવામાં આવેલ છે. સુજ્ઞ સારસ્વતો અને સર્જકોને સ્ત્રી-સંવેદનસભર કે સ્ત્રી-ચેતના કેન્દ્રિત કૃતિઓ[email protected] પર તારીખ: ૨૮/૦૨/૨૦૨૧ સુધીમાં મોકલવા સહ-સંપાદકશ્રી અજય રાવલે જણાવ્યું છે. ૮મી માર્ચ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ તરીકે સમગ્ર વિશ્વ ઉજવણી કરે છે
ત્યારે મુખ્ય સંપાદકશ્રી પ્રાતપસિંહ ડાભીએ ‘ઝલક’ ઈ-માસિકના માર્ચ માસના અંકની થીમ ‘સ્ત્રી-સંવેદન’ રાખવાનો પ્રસ્તાવ મુક્યો જે માટે ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષશ્રી સંજય થોરાતે શુભેચ્છાઓ પાઠવી અને આ વિષયનું સ્વાગત કર્યું. સહ-સંપાદક શ્રી દિશા પોપટે પણ સૌને જે-તે કૃતિના પ્રકારના બંધારણ મુજબ કૃતિ મોકલવા આમંત્રણ આપ્યું છે. ગાંધીનગર સાહિત્યસભાના ઉપાધ્યક્ષશ્રી કલ્પેશ પટેલ અને મંત્રીશ્રી રમેશ ઠક્કર સહિત કારોબારીના અન્ય તમામ સભ્યોએ આ બાબતે શુભેચ્છાઓ પાઠવી છે. સૌ સર્જકો તેમની રચનાઓ દિનાંક ૨૮ ફેબ્રુઆરી સુધી મોકલી આપે એવી વિનંતી કરવામાં આવી છે.
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
[email protected]
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Desclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.