ગાંધીનગર : ગુજરાત રાજયમાં હવે વિવિધ રમતો વિકાસ પામી રહી છે, જે અંતર્ગત ગત રવિવારે વિજાપુર ખાતે પહેલી રાજ્યકક્ષાની ડુપ્લેક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. આ સ્પર્ધા ગાંધીનગર ડુપ્લેક્ષ ક્રિકેટ એસોસીએશનના યજમાનપદે યોજાઇ હતી જેમાં નવસારીની ટીમ ચેમ્પિયન અને ગાંધીનગર જિલ્લાની ટીમ રનર્સ અપ બની હતી.
ગાંધીનગર ડુપ્લેક્ષ ક્રિકેટ એસોસીએશન દ્વારા રાજ્યકક્ષાની પ્રથમ ડુપ્લેક્ષ ક્રિકેટ ચેમ્પ્યનશીપ ૨૦૨૧ સ્પર્ધા વિજાપુર ખાતે તા.3જી જાન્યુઆરીના રોજ યોજાઇ હતી જેમાં સ્પર્ધામાં ગુજરાત ડુપ્લેક્ષ ક્રિકેટ એસોશીયેશનના હોદ્દેદારો પ્રેસીડેન્ટ શશીમોહન ધુમાલ, વાઇસ પ્રેસીડેન્ટ ભગવાનભાઇ, સેક્રેટરી કમલસિંઘ, ટ્રેઝરર કુસુમ સિંઘ અને એડવાઇઝર વી.બી.દત્તા, જોઇન્ટ સેક્રેટરી મનમોહન વ્યાસ તથા અન્ય એસોશીયેશન મેમ્બર્સ તેમજ અતિથિપદે વિજાપુરની સેન્ટ જોસેફ સ્કુલ ટ્રસ્ટી અને સ્વામીનારાયણ સ્કુલના આચાર્યએ સ્પર્ધામાં હાજરી આપી સ્પર્ધાની શરૂઆત કરવી હતી.
રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં કુલ ૮ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો જેમાં નવસારીની ટીમ પ્રથમ નંબરે અને ગાંધીનગરની ટીમ દ્વિતીય નંબરે વિજેતા થવા પામી હતી. ગાંધીનગરની ટીમને ગાંધીનગર જિલ્લાના ડુપ્લેક્ષ ક્રિકેટ એસોસીયેશનના જનરલ સેક્રેટરી હાર્દિક રાઠોડ તેમજ તે ટીમના કોચ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સ્પર્ધાનું આયોજન હાર્દિક રાઠોડ અને જીતેન્દ્ર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ નંબરે વિજેતા થયેલ નવસારીની ટીમ અને દ્વિતીય વિજેતા ગાંધીનગરની ટીમમાંથી પસંદગી પામેલ ખેલાડીઓ હવે આગળ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે. તમામ ભાગ લેનાર ખેલાડીઓનો, સ્ટાફનો, એસોસીએશનના તમામ મેમ્બરોનો તેમજ મહેમાનો, મહાનુભાવોનો સ્પર્ધાના સમાપને ગુજરાત રાજ્ય ડુપ્લેક્ષ ક્રિકેટ એસોશીએશન દ્વારા શુભેચ્છા પાઠવી આભાર પાઠવવામાં આવ્યો હતો.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube