ગાંધીનગર: ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુનિવર્સિટી સેન્ટ્રલ પ્લેસમેન્ટ વિભાગ દ્વારા બેંક ઓફ અમેરિકામાં ૩ લાખના પેકેજ સાથે ૧૫ અને TCS ગાંધીનગર ખાતે ૧૦ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યાં છે. જેઓ બેંક ઓફ અમેરિકા, ગાંધીનગર બ્રાંચ, ગિફટ સીટી ખાતે જોડાશે.કડી સર્વ વિશ્વવિદ્યાય કડી-ગાંધીનગર સંચાલિત B.com, BBA, BBC, B.sc શૈક્ષણિક વિભાગોમાંથી બેંક ઓફ અમેરિકામાં કારકિર્દી ઘડવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બેંક દ્વારા વિવિધ આયોજિત પરિક્ષાના વિવિધ આયોમોમાંથી ૧૫ જેટલા વિદ્યાર્થીઓ વાર્ષિક ત્રણ લાખના પેકેજ અને TCS ગાંધીનગર ખાતે ૧૦ વિદ્યાર્થીઓને ૨.૫ લાખના પેકેજ સાથે પસંદગી પામ્યાં છે.
નોંધનીય બાબત છે કે, આ પસંદગી પામેલ તમામ વિદ્યાર્થીઓ હાલ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે. એપ્રિલ-મે ૨૦૨૧ પોતાનો અભ્યાસપૂર્ણ કરી બેંકમાં પોતાની સેવા આપશે. પસંદગી પામેલ ૨૫ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ પટેલ, રજિસ્ટ્રાર ડૉ. એસ.કે. મંત્રાલા સહિત આચાર્યોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | YouTube