fbpx

ગાંધીનગર શહેરના સેકટરોમાં અને જાહેર રસ્તાઓ પર આડેધડ કપાતા વૃક્ષો બચાવવા વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ

ગાંધીનગર : ગાંધીનગર શહેર વસાહત મહાસંધના પ્રમુખ કેશરીસિંહ બિહોલાની અધ્યક્ષ સ્થાને શહેરની વિવિધ સંસ્થાઓની બેઠક તારીખ 15/1/2021/ને શુક્રવારે સેકટર રર પંચદેવ મંદિર ખાતે મળી હતી. આ બેઠકમાં દરેક સંસ્થાના પતિનિધિઓના મંતવ્ય વિચારો રજુ કરવામાં આવ્યા ઉપસ્થિત દરેક સંસ્થાના સભ્યોએ સેકટર રર ખાતે આગામી દિવસોમાં જાહેર વિકાસ કાર્યો અને રોડ પહોળા કરવા માટે વૃક્ષો કાપવામાં આવનાર છે તેને કોઇપણ ભોગે બચાવવા પુરા પ્રયત્નો કરવા તૈયારી બતાવી તન મન ધનથી પુરો સહકાર આપવા ખાતરી આપી હતી.

આ ઉપરાંત શહેરના કોઈપણ જગ્યાએ વિકાસના નામે વૃક્ષો કાપવામાં આવશે તો પકૃતિ સુરક્ષા અભિયાન દ્વારા સખત વિરોધ કરવામાં આવશે અને આ અભિયાનમાં શહેરની તમામ સ્વૈ્ચ્છિક સંસ્થાઓને જોડાવવા માટે અપીલ કરવામાં આવશે આ અભિયાનમાં શહેરના નાગરિકો યુવાનો વિધાથીઓ અને સેકટરોના વસાહતીઓને દરેક સેકટરોમાં વસાહતીઓ નાગરિકો સાથે બેઠકો કરી જાગૃત કરી શહેરમાં આડેધડ કપાતા વૃક્ષોને બચાવવા દરેકને આ અભિયાન સાથે જોડાવવા અપીલ કરવામાં આવશે
અંતમાં સંસ્થાના પમુખ કેશરીસિંહ બિહોલાએ શહેરની તમામ સંસ્થાઓનુ સંગઠન કરી દરેકને આ વૃક્ષ બચાવવો અભિયાનમાં જોડાવવા અને જગૃત કરવામાં આવશે વસાહત મહાસંધ દ્વારા પકૃતિ રક્ષા અભિયાનને પુરો સહકાર આપવા માટે ખાતરી આપી હતી અને એક પછી એક કાર્યક્રમો ઘડી કાઢવા સૂચન કર્યું હતું.

આગામી મહામહીમ રાજ્યપાલનો સમય મેળવી તમામ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા એક આવેદનપત્ર આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.

સદરહુ બેઠકમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ કેશરીસિંહ બિહોલા, રાજેન્દ્રભાઈ પારેખ, કે પી સોલંકી, મેહુલભાઈ તુવાર, પ્રજ્ઞેેશભાઈ જોષી, કનુભાઇ દેસાઇ, અંજના રાઠોડ, કપિલદેવ પારેખ, શૈલેષ પટેલ, કાનજીભાઈ દેસાઇ, રાજેશ પ્રજાપતિ, રધુભાઈ રબારી, વિઠ્ઠલભાઈ પરમાર, યુસુફ પઠાણ, મહંમદભાઈ ઠેબા, જે કે પરમાર, જયેન્દ્રભાઈ ઠક્કર, અશ્વિનભાઈ રાઠોડ તથા સેકટર રરના અગ્રણીઓ ગંભીરસિંહ વાધેલા, કે આર પટેલ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download Mytro App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.