ગાંધીનગર : ગાંધીનગર તાલુકાના ડભોડા ગામ એક સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે જાણીતું છે. અહીં આવેલું ડભોડિયા હનુમાન દાદાનું મંદિર અનેક શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે આ શ્રધ્ધાળુઓમાં સામાન્ય માનવીથી માંડીને વીવીઆઇપી શ્રધ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. મંગળવારે ટેલિવિઝનની દુનિયાની સૌથી લાંબી અને લોકપ્રિય ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના બાળકોને પ્રિય એવા નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક ડભોડિયા હનુમાન દાદાના દર્શને પધાર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નટુકાકા ઉર્ફે ઘનશ્યામભાઈ નાયક ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ચલચિત્ર જગતના સૌથી વરિષ્ઠ કલાકાર છે તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ કે તેમણે લોકપ્રિયતાની નવી ઊંચાઈ હાંસલ કરી છે. અગાઉ રંગલો ના પાત્રથી જાણીતા ઘનશ્યામભાઇ નાયક હાલ ઉમંરના કારણે એક બીમારીથી પરેશાન છે, આ બીમારીથી છુટકારો મેળવવા તેમણે ડભોડિયા દાદાને શરણું લીધું હોવાનું માનવામાં આવે છે અને પોતાની બાધા પૂરી કરવા માટે તેઓ ડભોડિયા દાદાના દર્શને પધાર્યા હતા.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | YouTube