ગાંધીનગર:
ગુજરાત રાજય મહિલા આયોગ, ગાંધીનગર અને જિલ્લા પંચાયત, ગાંધીનગરના સંયુક્રત ઉપક્રમે આજરોજ નારી સંમેલનનું આયોજન આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાની ઉપસ્થિતિમાં સેકટર- ૧૨, ર્ડા. આંબેડકર હોલ, ગાંધીનગર ખાતે યોજાયું હતું.
ગુજરાતમાં મહિલાઓનો આર્થિક વિકાસ ખૂબ જ જરૂરી છે, તેવું કહી મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓનો આર્થિક વિકાસ ન થતાં તેને ખૂબ સમસ્યાઓ વધી છે. તેમજ કયારેક ધરેલું હિંસા વધતી હોય છે. જો મહિલાઓ પગભર હોય તો તે પરિવારને આર્થિક રીતે મદદ કરે છે. અને પોતાની અને બાળકોની જરૂરિયાતને પણ સંતોષી શકે છે.
મહિલાઓને પગભર બનાવવા અને અન્ય રીતે મદદરૂપ બની શકે તે માટે રાજય સરકાર દ્વારા મહિલાલક્ષી વિવિધ ૧૩૮ યોજનાઓ અમલી બનાવી છે,તેવું કહી આયોગના અધ્યક્ષાએ જણાવ્યું હતું કે, આજે રાજયમાં ૨ લાખ જેટલા સખી મંડળો કાર્યક્રર છે. જેના થકી ૩૫ લાખ જેટલી મહિલાઓ આર્થિક ઉપાર્જન કરી રહી છે. તેમજ મહિલાઓને પગભર બનાવવા માટે સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ સાધન-સહાય આપવામાં આવે છે.
‘મહિલાઓનો સામાજિક અને આર્થિક વિકાસ થવો ખૂબ જ જરૂરી છે, તેવું કહી અધ્યક્ષાએ જણાવ્યું હતું કે, રાજયના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા – બાળકોના વિકાસ માટે વર્ષ- ૨૦૦૧માં મહિલા – બાળ કલ્યાણ વિભાગની અલગથી રચના કરી હતી. ત્યાં સુધી મહિલાઓના વિકાસ માટે કોઇ વિભાગ કાર્યરત ન હતો. તે પછી વર્ષ- ૨૦૦૫ માં મહિલાઓની સમસ્યાઓને વાચા આપવા અને તેમની સમસ્યાઓના ઉકેલ અને કાયદાનું જ્ઞાન આપવા માટે મહિલા આયોગની રચના કરવામાં આવી હતી.
મહિલા આયોગની કામગીરીની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, આયોગમાં મહિલાઓ સ્ત્રીધન, દહેજ, જાતિય સતામણી, ધરેલું હિંસા, બાળ કસ્ટડી મેળવવા અને અન્ય અન્યાય સામેની ફરિયાદ મુક્ત અને સરળતાથી કરી શકે છે. જેનો ઉકેલ લાવવા માટે પણ આયોગ સતત કાર્યશીલ છે. તેમજ લોકડાઉન વખતે મહિલાઓને જાગૃતિ આપવા માટે કરવામાં આવેલ કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે લોક ડાઉનમાં પણ મહિલાઓને આજીવિકા મળી રહે તે માટે માસ્ક બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેના થકી અનેક મહિલાઓ રોજગાર મેળવી રહી હતી.
આ પ્રસંગે મહિલાઓને વિવિધ સરકારની મહિલાલક્ષી યોજનાઓ અને કાયદા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સંમેલનમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાન, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર ર્ડા. રતનકંવર ગઢવીચારણ સહિત આમંત્રિત મહાનુભાવ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
——————————————————–
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube