ગાંધીનગર : જીવનમાં સ્વચ્છતા-સફાઈ ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે જે વાત રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીથી માંડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને સમજાવી ચૂક્યા છે. આજના કોરોના કાળમાં હવે નાગરિકોને આ વાતનું મહત્વ સમજાઈ રહ્યું છે અને તે સાથે સાથે સફાઈ કર્મચારીઓની અગત્યતા પણ હવે સ્વીકારવામાં આવી રહી છે. આ બાબતને અનુલક્ષીને ગાંધીનગરના સેક્ટર-૧૦એમાં જૂના સચિવાલય પાસેના મીના બજાર ખાતે લાંબા સમયથી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા લીલાબેન બાબુભાઇ વાઘેલા વય નિવૃત થતાં પ્રગતિ લારી પાથરણાં મંડળ તથા શિવ માઇક્રો શોપિંગ મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
લીલાબેન બાબુભાઈ વાઘેલાએ સફાઈ કામદાર તરીકે મીના બજાર ખાતે લાંબો સમય ફરજ બજાવી હતી અને સફાઈ કામદાર તરીકે તેમની સફાઈ કામગીરી ખુબજ સારી અને નિષ્ઠાપૂર્વકની હતી. તેઓ તા. ૩૦મી નવેમ્બરના રોજ સેવા નિવૄત્ત થયા છે. નિવૃત્તિ બાદ તેમની તંદુરસ્તી સારી રહે એવી શુભેચ્છા સાથે તેમણે પ્રમાણ પત્ર આપીને પ્રગતિ લારી પાથરણાં મંડળ તથા શિવ માઇક્રો શોપિંગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રગતિ લારી પાથરણાં મંડળના તુલસીભાઈ માલી તેમજ ભગાભાઈ પ્રજાપતિ, રમેશભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ચાવડા, કનુભાઈ વાલેરા, જયેન્દ્રસિંહ બિહોલા, વિરભદ્રસિંહ રાઠોડ સહિત બંને મંડળના અન્ય વેપારી ભાઈઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube