ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તા. ૧૯મી નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસને અનુલક્ષીને તાજેતરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેકટર-૧૩ના ઝુંપડપટ્ટી વિસ્તારમાં શૌચાલયનું મહત્વ સમજાય અને શૌચાલય ઘરે ધરે હોવાથી શું ફાયદા થાય તે અંગેની જાગૃત્તિ આપતું શેરી નાટક યોજવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘર ઘર શૌચાલયનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને દેશને ખુલ્લાંમાં શૌચાલય મુક્ત દેશ બનાવવા કમર કસવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત જાહેરમાં શૌચક્રિયાથી ફેલાતી બિમારીઅો અંગે જનતાને જાગૃત કરી સરકાર દ્વારા શૌચાલય બનાવી આપવા વિશેષ આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે. ભારત સરકારના અા પ્રયાસની યુનો તથા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ પ્રસંશા કરવામાં આવી છે. ગાંધીનગરમાં પણ ઘર ઘર શૌચાલય માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલું છે જે અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube