fbpx

‘ધુમાડો’ કંટ્રોલ કરવાનું PUC સર્ટિફિકેટ એટલે પોલ્યુશન ફ્રી કાર માલિકોના રૂપિયાનો ‘ધુમાડો’

ગાંધીનગર: રસ્તા પર ધુમાડો કાઢતી સરકારી બસ, ખટારા, રિક્ષા… જેવા વાહનો વેતાળ સાઈડ માં ઊભા ઊભા ગણતો હતો. એને નવાઈ લાગતી હતીકે આવાહનો નોધુમાડો ટ્રાફિક નિયમન વાળાના આંખમાં નહીંજ તો હોય? આ ધુમાડો ઓક તાવાહનો ને PUC સર્ટિફિકેટ કેવી રીતે મળી જતું હશે? મેં મારી એક વર્ષ જુની કાર માટે ઈન્સ્યોરન્સકરાવ્યો તો કંપની વાળા સૂચના આપીકે PUC નહીં હોય તો વીમો પાસ નહીં થાય એટલામાં ફરી એક ધુમાડોકાઢતી કાર બરા બરટ્રાફિક પોલીસ સામે ઊભી રહી અને એમાં થી રાજાવિક્રમ ઊતર્યા અને વેતાળને એમાં બેસાડી એમની કાર આરટીઓ કચેરી તરફ હંકારવા લાગ્યા…

“હે રાજાવિક્રમ, આયારPUC વાળાનો ત્રાસ છે. દર છ મહિને આસર્ટિફિકેટ લેવાનું. એમાં હજુ એક પણ વખત મારીકાર એમાં ફેઇલથઇ નથી અને તો પણ આનિયમ? દસ વર્ષથી જૂના ધુમાડો ઓક તા વાહનો ડિટેનકરવાની જગ્યાએ આનવી ટેકનોલોજી ધરાવતી કારને આવા નિયમો? ખરેખર આવા તઘલખી નિર્ણય કોણ કરે છે, એ સમજા તું નથી…”

“જો વેતાળ!, દૂનિયા માં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. એમાં પણ ભારત માટે આ સમસ્યા એટલા માટે વધુ છે કે લોકો સમજવા તૈયાર નથી. દિલ્હીની હાલત તો બદતર છે. ત્યાં ઓડઈવનસિસ્ટમ પણ લગાડવામાં આવી હતી અને એને પરિણામે PUC નો આનિય મદેશમાં લાગુ કરવા માં આવ્યો છે.

હવે પીયુસી સર્ટિફિકેટ વગર વાહન વીમો રીન્યુ નહીં થઇ શકે. કાર અથવા દ્વિચક્રીય વાહનોના વીમાને રીન્યુ કરાવવા માટે હવે સૌની પાસે હવે એક સર્ટિફિકેટ હોવું ફરજીયાત કરી દેવાયું છે. આ સર્ટીફિકેટ વગર કોઈપણ ઇન્શ્યોરન્સ નહીં થઇ શકે. હવે ગ્રાહકોએ વાહનોના વીમા માટે વીમા કંપનીઓને પોલ્યુશનઅંડર કંટ્રોલ સર્ટિફિકેટ એટલે કે પીયુસી આપવું ફરજીયાત રહેશે. વીમા નિયામક ઇરડાએ વીમા કંપનીઓને કહ્યું છે કે સુપ્રીમકોર્ટના નિર્ણયનું કડકાઈથી પાલન કરવામાં આવે.

ઇરડાએ એક આદેશ જારી કરતા કહ્યું હતું કે વાહન માલિક પાસે પ્રદુષણ સર્ટિફિકેટ નહીં હોય તો કોઈપણ વાહનનો વીમો ઉતરાવી શકાશે નહીં. આ બાબતે 20 ઓગષ્ટના રોજ ઇરડાએ એક સર્ક્યુલર જારી કર્યો છે.તેમાં કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે દિલ્હી અને એન સીઆર માં સુપ્રીમકોર્ટના ઉપરના નિર્દેશનીપાલનની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે કે આ નિયમનું કડકાઈથી પાલન કરવામાં આવે. દિલ્હી એનસીઆરમાં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

ગયા વર્ષે જારી કરાયેલા મોટર વ્હીકલ્સ (સુધારા) અધિનિયમ 2019 હેઠળ પીયુસી ધોરણોનું ઉલ્લંઘન કરવા પર 10,000 રૂપિયા દંડ થશે. જોકે નવા મોટર વ્હીકલ્સ (સુધારા) અધિનિયમનો અમલ હજી ભારત ભરમાં થવાનો બાકી છે. ભારતમાં તમામ વાહનો માટે પીયુસી ફરજિયાતછે. હવેથી વાહનનો વીમો રિન્યુ કરાવતી વખતે પોલ્યુશનઅન્ડરકન્ટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાનું રહેશે. દેશની દરેક જનરલ ઈન્સ્યુરન્સ કંપનીઓને ‘ધ ઈન્સ્યુરન્સરેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઈરડા)’ દ્વારા આ અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે. વીમા વખતે પીયુસીહોવુ જ જોઈએ એવો આદેશ અગાઉ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. ઈરડા હવે તેનું પાલન કરાવી રહી છે. એટલે હવે આમાં કોઈ બહાનું નહીં ચાલે…”

“અરે મહારાજ! આવુંતો હોતું હશે? આ તોકાળો કાયદો કહેવાય… આજ ના જમાનામાં જ્યારે નવાંવાહનો માર્કેટમાં આવે છે ત્યારે BS-04, BS-05, BS-06 એન્જિનના આવે છે. એવું એન્જિનનહોયતો ઉત્પાદન માટે પરમિશનનથી તો પછી આ વાહનો ને PUC સર્ટિફિકેટની જરૂર જશું છે? ખરેખર તો આ બધા મોડેલ પોલ્યુશન ફ્રી વાહનો જ હોય છે, તો પછી PUC કઈબાબતનું? શું 50 રૂપિયાની રસીદ પોલ્યુશન ઘટાડી દેશે? કદાચ સરકારને ખબર છે કે ગાડી બનાવનારે નિયમોનું પાલન નથી કરતા અથવા પેટ્રોલ ડીઝલ પંપવાળા ભેળ સેળ વાળું પેટ્રોલ ડીઝલ વેચે છે. મતલબ પાડાનાવાંકે પખાલીને દંડજેવો ઘાટથયો છે.

એટલે PUC સર્ટિફિકેટ ન હોવા પર લેવાતો દંડ, જે ગાડી પોલ્યુશન કરતી હોય એ ગાડી બનાવનાર કંપનીનેઅને એ ગાડીમાંપેટ્રોલ જયાંથીપુરાવેલું હોય એ પંપવાળાનેદંડથવો જોઈએ.કયા PUC સ્ટેશન વાળાએ કોઈ ગાડી રિજેક્ટ કરી? 100% ગાડીને PUC મળે જ છે…તો શા માટે આ તાયફાઓ? છ મહિને એક વખત PUC સર્ટિફિકેટ કઢાવવું ફરજિયાત, રૂપિયા અને સમય બન્નેની બરબાદી, આરટી ઓ દંડ લેવાની જગ્યાએ PUC મશીનલઈને ઊભા રહેતો કકળાટ પુરો…”

“વેતાળ, તારી વાત સાચી છે. ધુમાડો ઓક તી ગાડીનું PUC કરીએ જોએમાં નિષ્ફળ જાય તો જદંડ કરવાનો અન્યથા જવા દેવામાં આવે…”રાજા વિક્રમની વાત સાંભળી વેતાળ એક આવેદનપત્ર તૈયાર કરી કલેકટર કચેરી આપવા માટે ટોળુંભે ગુંકરી ઉપડી ગયો.

(લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download MyGandhinagar App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.