ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં પ્રાણી અત્યાચાર અને પોલીસકેસ વાળા પશુ અંગે કામગીરીની સમીક્ષા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે યોજાયેલી બેઠકમાં જિલ્લામાં દર ૧૦ ગામ દીઠ પશુઓની આકસ્મિક સારવાર માટે એક મોબાઈલ વાનની યોજના તથા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા ૧૯૬૨ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર કુલદીપ આર્યની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, જિલ્લા વિકાસ અધકારી શાલીની દુહાન તથા અન્ય અધિકારીઓ તેમજ જીવદયા, પશુ કલ્યાણ, ગૌશાળા, પાંજરાપોળ સાથે સંકળાયેલા સ્વયંસેવકો અને જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. એસ.આઈ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં કલેકટરે જિલ્લામાં કાર્યરત ઈન્ફર્મરીઝ માણસા મહાજન પાંજરાપોળ તરફથી માહિતી પ્રાપ્ત કરી પોલીસ કેસવાળા પશુઓને પાંજરાપોળ ખાતે રાખવા બાબતે ચર્ચા કરી હતી. આ પ્રસંગે બેઠકમાં ઉપસ્થિત રાજય પ્રાણી કલ્યાણ બોર્ડના મદદનીશ પશુપાલન નિયામકે સભ્યોને ઈન્ફર્મરીઝ સિવાય નજીકની પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા પોલીસ કેસવાળા પશુઓ માટે સહાય મળવા પાત્ર છે તેવી માહિતી આપી હતી અને તે અંગે સંસ્થાએ અધ્યક્ષની અનુમતિ મેળવી લેવા જણાવ્યું હતું. બેઠકમાં હાજર પંકજભાઈ બુચ, જિજ્ઞેશભાઈ જાેષી, પ્રકાશભાઈ પટેલ વગેરેએ સોસાયટીની કામગીરી બાબતે સૂચનો કર્યા હતા. આ સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ તેમજ જિલ્લામાં કાર્યરત ૧૦ ગામ દીઠ એક મોબાઈલ વાન યોજનાની રીવ્યુ બેઠક યોજાઈ હતી અને જિલ્લાના દશેલા, વાસણા ચૌધરી અને આજાેલ ખાતેના મોબાઈલ પશુ દવાખાનાની કામગીરી અંગે જીવીકે-ઈએમઆરઆઈના પ્રોજેકટ કોઓર્ડિનેટર સાથે વિગતવાર ચર્ચા કરી પશુપાલકો તેમની સેવાનો વધુ લાભ મેળવે તે અંગે સૂચનો કર્યા હતા.
(ફોટો પ્રતિકાત્મક)
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube