ગાંધીનગર: આજે ગણેશ ચતુર્થી ઉપરાંત સંવતસરીનું પાવન પર્વ છે જૈનોના પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણ પર્વના સમાપન સંવત શરીરનો ઉત્સવ ઉજવાય છે અને આ દિવસે જૈન શ્રદ્ધાળુઓ કલ્પ સૂત્રનું વાંચન અને પ્રતિક્રમણ કરે છે ત્યાર બાદ એકબીજાને “મિચ્છામિ દુક્કડમ્” પાઠવે છે જેનો અર્થ જ એ છે કે મન, કર્મ, કાયા, વચન કે અન્ય કોઇ પણ રીતે જો મેં આપનું દિલ દુભાવ્યું હોય કે આપને દુઃખ પહોંચાડ્યું હોય તો મને ક્ષમા કરશો.
ભારતીય સંસ્કૃતિમાં એકથી એક ચડિયાતા ઉત્સવો ઉજવવામાં આવે છે જે નાગરિકોને તણાવયુક્ત જીવનમાંથી તણાવ મુક્તિ તરફ તો દોરી જાય છે પરંતુ તે સાથે ઉમંગથી જીવન જીવવાનો નવો ઉત્સાહ પૂરી ખૂબ જ ઉપયોગી જીવન સંદેશ પણ પાઠવે છે. સંવત્સરી આવું જ એક પર્વ છે જે એકબીજા વચ્ચે સર્જાયેલા દ્વેષ, અહમ અને વેર ભાવનાને ઓગાળીને એકબીજાની માફી માંગવાનો અવસર પૂરો પાડે છે. મહાપર્વ પર્યુષણના આઠ દિવસની સંયમ અને ધૈર્યથી તપશ્ચર્યા બાદ સંવત્સરીનું પર્વ આવે છે.
સંવત્સરી પહેલાં પર્યુષણ દરમિયાન જૈન મંદિરોમાં ભગવાનની મૂર્તિને ભવ્ય આંગી શણગાર કરવામાં આવે છે. ગાંધીનગરમાં પણ તમામ શ્વેતાંબર જૈન મંદિરોમાં પર્યુષણ પર્વ દરમિયાન ભગવાનની મૂર્તિને મનોરમ્ય આંગી શણગાર કરવામાં આવ્યા હતા. આજે સંવત્સરીના પાવન દિવસે જઈને શ્રદ્ધાળુઓ સામાયિક અને પ્રતિક્રમણ કર્યા બાદ એકબીજાને મિચ્છામિ દુક્કમ્ પાઠવશે. આજના દિવસથી દિગંબર જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ થશે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube