ગાંધીનગર: ગાંધીનગર પ્રકૃતિ પ્રેમી નાગરિકોની મોટી સંખ્યા ધરાવતું નગર છે. આ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ પ્રવૃત્તિ હાથ ધરાય છે. તાજેતરમાં ગાંધીનગરના સેક્ટર-૨૬ ખાતેની કિસાનનગર સોસાયટીના ઉમિયા પર્યાવરણ ગૃપ દ્વારા આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેરના મેયર રીટાબેન પર તથા મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા ઉર્ફે જીગાબાપુ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સે.૨૬માં કિસાનનગરના ઉમીયા પર્યાવરણ ગૃપ દ્વારા આયોજિત વૃક્ષારોપણમાં ચારથી પાંચ ફૂટના લીમડાના વૃક્ષોનું વાવેતર કરાયું હતું. આ સાથે વાવેલા વૃક્ષો ઉધઇથી ખરાબ ન થઈ જાય તે માટે તેના મૂળમાં ઉધઇની દવા નાંખવા સાથે રોપાંની સુરક્ષા માટે ટ્રીગાર્ડ પણ લગાડવામાં આવ્યાં હતા. વરસતા વરસાદમાં હાથ ધરવામાં આવેલ આ પ્રશંસનીય વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગાંધીનગર મેયર શ્રી રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન જિગાબાપુ, નીતિનભાઈ પટેલ, વોર્ડ 1 ના કોર્પોરેટર શ્રી મતિ હર્ષાબા ધાંધલ, પૂર્વ કોર્પોરેટર શ્રી મતિ જાગૃતિબેન પુરોહિત, ઉમેશભાઈ જહાં, વસાહત પ્રમુખ સાંકાભાઈ પટેલ, નિરંજનભાઈ, સુભાસભાઈ, અશોકભાઈ, મનીષભાઈ, રાજેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, દિનેશભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ બારડ, રાકેશભાઇ પટેલ, મહેશભાઇ પુરોહિત અને સેક્ટર 26 સતત ચિંતા કરતા ગોલ બાપુ સહિત પ્રકૃતિ પ્રેમી સભ્યોએ યોગદાન અને શ્રમદાન આપ્યું હતું.
આ વૃક્ષારોપણને ટ્રી ગાર્ડની વ્યવસ્થા કોર્પોરેટર શ્રીમતી બરખાબેન જહા અને મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા ઉર્ફે જીગા બાપુ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. છેલ્લા બે માસથી ગાંધીનગરમાં જે રીતે વૃક્ષારોપણ પ્રવૃત્તિ થઇ રહી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે વિકાસ કાર્યોના બહાને તંત્ર દ્વારા આડેધડ રીતે કાપવામાં આવેલી હરિયાળીના કારણે ગાંધીનગરે ગુમાવેલું ગ્રીન સિટીનું બિરુદ નગરજનોએ હવે સરકારી કે શહેરના વહીવટી તંત્રને ભરોસે બેસી રહેવાને બદલે જાતે જ પરત મેળવવાનો નિશ્ચય કરી લીધો છે.
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube