ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વરસ સંક્રમણના કેસો દિનપ્રતિદિન વધતાં જઇ રહ્યા છે અને હજુ પણ આ મહામારી અંકુશમાં આવવાનું નામ નથી લેતી. હવે તો રાજ્યના શહેરો જ નહીં પરંતુ ગામે ગામ અને મહોલ્લે મહોલ્લામાં કોરોના પોઝિટિવે કેસો જોવા મળી રહ્યા છે. હજુ પણ અનેક નાગરિકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ તહેવારોનો પવિત્ર મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે અને એક પછી એક તહેવારો આવી રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યની ધર્મપ્રેમી જનતા કોરોના સંક્રમણનો ભોગ ના બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, મહોરમ, ભાદરવી પુનમ પદયાત્રા વગેરે પર રોક તો લગાવી દેવામાં આવી જ છે પરંતુ તે સાથે ગઈ કાલે મુખ્યમંત્રીએ રાજયમાં તા. ૧૧ ઓગસ્ટ મંગળવારથી માસ્ક ના પહેરનાર નાગરિકોને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવાની જાહેરાત કરી છે. રાજયમાં આ બીજીવાર દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
ગઈ કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતીકાલથી અમલ કરવામાં આવશે. તદનુસાર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે રાજ્યમાં આજથી એટલે કે તા. ૧૧ ઓગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. તેમણે રાજ્યના સૌ નાગરિકોને અપિલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં ઘર બહાર નીકળીને ભીડ ભાડના કરે કેમ કે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે. તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો છે.
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube