ગાંધીનગર: વૈશ્વિક મહામારી કોરોના એ જયારે સમગ્ર વિશ્વમાં આતંક મચાવ્યો છે ત્યારે આ સમયમાં ડોક્ટર્સ અને સમાજસેવકો દેવદૂત બનીને જનતાની સેવા કરવામાં ક્યારેય પાછી પાની કરતા નથી. ડોક્ટર્સ એ સર્વ ધર્મ સમભાવની દ્રષ્ટિએ સમાજના તમામ વર્ગોની મદદ કરી મનુષ્ય ધર્મ નિભાવ્યો છે.
ગાંધીનગર સ્થિત કુડાસણના ઓર્થોપેડીક સર્જન ડો. વિવેક વાછાણી દ્વારા એકપણ રૂપિયો ફી લીધા વિના માત્ર દોઢ મહિનાની તાજી જન્મેલી બાળકી સફળ શસ્ત્રક્રિયા કરી છે. ફક્ત માનવતાને આધારે…. 4 – 4 ડોકટરોએ અખતરા કરીને દીકરીને મૃત્યુના દ્વારે લાવી દીધી પછી તેને પુનર્જીવન આપ્યું અને સૌથી મોટી વાત એ છે કે આખા વિશ્વમાં દોઢ મહિનાના તાજા જન્મેલા બાળક પર શસ્ત્રક્રિયા અંગેનો કોઈ જ દાખલો નથી.
આ પ્રકારની સર્જરી માટે ગુગલની મદદ લીધી પરંતુ કોઈ ઘટના સામે ન આવી. બીજા અન્ય એક્સપર્ટોની પણ સલાહ લીધી. તેઓ માટે પણ તેઓની ડોકટરની કોરિયરનો આ પ્રથમ કિસ્સો છે. પ્લાસ્ટીક સર્જરી કરનારે પણ પોતાની 25-30 વર્ષની લાઈફમાં આવી સર્જરી કરી નથી, જોઈ નથી.
ર્ડો વિવેક વાછાણીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (લંડન) દ્વારા “સ્ટાર 2020” સર્ટિફિકેટ એનાયત કરીને તેમની કામગીરીને ધન્યવાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંસ્થાએ “સ્ટાર 2020” સર્ટિફિકેટ સમગ્ર દેશમાં જેને અમૂલ્ય કામગીરી કરેલ હોય તેવા સન્માનિત વિભૂતિઓને આપીને સંસ્થા તેમનું અભિવાદન કરે છે.
સંસ્થાએ “સ્ટાર 2020” સર્ટિફિકેટ ભારતમાં શ્રી અમિતાભ બચ્ચન, શ્રી રતન ટાટા, શ્રી આદિ ગોદરેજ, શ્રી નીતિન ગડકરીજી, શ્રી અક્ષય કુમાર સહીત દેશના નામી હસ્તીઓને આ સર્ટિફિકેટથી સન્માનિત કરેલ છે ત્યારે આ વિભૂતિઓ સાથે સન્માનિત થયા છે. ભારત વર્ષમાં 2020માં ફકત 1000 વિભૂતિ ને આ સન્માન આપવામાં આવ્યું છે તો આપણા માટે ગર્વની વાત છે કે તેમાં ગાંધીનગરના યુવા ડૉક્ટર વિવેક વાછાણીનો પણ સમાવેશ છે.
“સ્ટાર 2020” સર્ટિફિકેટ બદલ લંડનના સાંસદ શ્રી વિરેન્દ્ર શર્મા, સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સંતોષ શુક્લ, ડિરેક્ટર અને ગુજરાતના અધ્યક્ષ શ્રી અશ્વિન ત્રિવેદીએ ડૉ. વિવેક વાછાણીને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં ગાંધીનગરના યુવા પત્રકાર શ્રી ગૌરાંગ પંડ્યા અને માનવતાની મહેકના સ્થાપક શ્રી દિપકકુમાર જી. વ્યાસ વિશેષપણે ઉપસ્થિત હતા.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપDownload MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube