ગાંધીનગર: ફેસબુકના માધ્યમથી ડાૅ.અપૂર્વ રાવલ શાહ દ્વારા વિવિધ પ્રકારના જનઉપયોગી કાર્યક્રમોનું ઓનલાઈન આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં તેમના દ્વારા ‘પોઝિટવ સ્ટ્રોક વીથ ડાૅ. અપૂર્વ રાવલ શાહ’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરના જાણીતા હાસ્ય- ટીવી કલાકાર હરપાલસિંહ ઝાલાનો લાઈવ હાસ્ય મનોરંજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કરૂણા સાગર ટ્રસ્ટ અંતર્ગત ‘હાસ્ય દ્વારા સ્ટ્રેસમાંથી ફ્રેશ થાવ’ના ઉદ્દેશથી તા. ૧૧મી જુલાઈએ ફેસબુક લાઈવ દ્વારા યોજાયેલ કાર્યક્રમ ‘પોઝિટિવ સ્ટ્રોક વીથ ડાૅ. અપૂર્વ રાવલ શાહ’ અંતર્ગત ગાંધીનગરના જાણીતા હાસ્ય કલાકાર અને ટીવી કલાકાર હરપાલસિંહ ઝાલાએ હકારાત્મકતાનો ડોઝ- ૬૧’ પ્રસ્તુત કર્યો હતો. આકાર્યક્રમમાં હરપાલસિંહ
ઝાલાએ હળવી મનોરંજક વાતો અને ટૂચકાના સહારે જીવનમાં સ્ટ્રેસથી દૂર રહેવાના અને ફ્રેશ થવાના ઉપાયો વર્ણવ્યા હતા. હરપાલસિંહની આગવી રમૂજી શૈલીએ દર્શકોને હાસ્યરસમાં તરબોળ કરવા સાથે જીવનમાં હકારાત્મક વિચારસરણી અપનાવવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમને મોટી સંખ્યામાં દર્શકોએ ઓનલાઈન માણ્યો હતો.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube