ગાંધીનગર: બુલેટ વર્લ્ડ ગાંધીનગર દ્વારા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શનિવાર – રવિવાર બે દિવસ માટે ગાંધીનગરથી રાજપીપળા બુલેટ રાઇડ યોજાઈ હતી. આ બુલેટ રાઈડ બુલેટ વર્લ્ડના વનરાજસિંહ વાઘેલા દ્વારા આયોજિત કરવામાં આવી હતી.૨૧ બુલેટ સવાર શનિવારે વહેલી સવારે બુલેટની ધડધડાટી બોલાવતા રાજપીપળા માત્ર ચાર કલાકમાં પહોંચી ગયાં હતાં. બુલેટ રાઇડ ઓર્ગેનાઇઝર યુવરાજસિંહ વાઘેલાની દેખરેખ હેઠળ ઝરવાણી ધોધ અને જુનારાજ જેવી બેઠક અનોખી સાઇટ પર કોરોનાનો ડર ભગાડવા સાહસિક પ્રવાસ કર્યો હતો.


બુલેટ રાઈડની આ સવારીમાં કોલેજીયન યુવતી રિદ્ધિ થોરાત જોડાઈ હતી અને એણે બુલેટ ચલાવી હતી, તો ૬૯ વર્ષના વિભાબહેન ઠક્કર પણ જોડાયાં હતાં. આ બુલેટ રાઇડમાં વનરાજસિંહ વાઘેલા, યુવરાજસિંહ વાઘેલા, વિજયસિંહ ચાવડા, કિશોર સિંઘ, સંજય થોરાત, રિદ્ધિ થોરાત, વિભાબહેન ઠક્કર, પ્રશાંત મેવાડા, પરેશ મેવાડા, મયુર સિંહ, રાણાજી, નઝરઅલી, નરેશ પ્રજાપતિ, કુણાલ પ્રજાપતિ, હંસરાજ, નીલેશ દેસાઈ, દેવેન્દ્રસિંહ વાઘેલા, અપુર્વ ગજ્જર, પ્રિતેશ, ગુણવંત, અનિલ મેવાડા જોડાયાં હતાં.
નર્મદા નદીના ડુંગર પર આવેલી જુનરાજ કેમ્પસાઇટ એ કઠીન માર્ગને કારણે બુલેટ રાઇડર્સને વધુ ગમે છે. ત્યાં ઉબડ ખાબડ અને કિચડ વાળા માર્ગને કારણે બુલેટ સ્લીપ થવાની અને જાનના જોખમની શક્યતા રહે છે એમાં બુલેટ રાઈડના મેનેજર કિશોર સિંઘના માર્ગદર્શન હેઠળ આ રાઇડર્સ સફળતા પૂર્વક છેક ડુંગરના ટોચે હનુમાન મંદિરે પહોંચી ગયાં હતાં.


અહીં કુદરતી સૌંદર્ય અદ્ભૂત છે. શૂલપાનેશ્વર વન્યજીવન અભયારણ્યની અંદર સ્થિત, “જુનરાજ” એક વખત રાજપીપળાની વહીવટી રાજધાની હતી. જુનરાજ ઈકો ટૂરિઝમ સેન્ટર ઐતિહાસિક નિલકંઠેશ્વર મહાદેવ મંદિરની નજીક છે. તે આકાશદેવી અને દેવ છત્રની નજીક પણ છે, જે ગોહિલ વંશની જૂની રાજધાની હતી. જે અવશેષો હજુ પણ મળી શકે છે.
રાજપીપળાથી નજીક આવેલા કરજણ ડેમની પણ બુલેટ રાઇડર્સ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અહીંના વન્યજીવ અભયારણ્યની અંદર આવેલું છે જે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના ભાગનું ઘર છે, એની મુલાકાત લીધી હતી. રાજપીપળાથી વડોદરા થઈ ૨૭૦ કિમી બુલેટ રાઈડની સવારી સાથે આ રાઇડર્સ કોરોનાનો ડર દૂર કરી રિચાર્જ થઈ પરત ગાંધીનગર આવ્યાં હતાં.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube