ગાંધીનગર: શહેરના સેકરટ-૧૩ બીમાં સિનિયર સિટિઝન પરિવારના વડિલો દ્વારા વૃક્ષારોપણ યોજાયું હતું જેને “વનપ્રસ્થાશ્રમ વન” નામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે કોર્પોરેટર જીતુભાઈ રાયકાએ ઉપસ્થિત રહી વડીલોનો ઉત્સાહ વધાર્યો હતો.
સેકટર-૧૩ બીમાં જાહેર ટોયલેટ બ્લોકની બાજુમાં સરકારી પ્લોટમાં સ્થાનિક વડિલો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષરોપણમાં જુદા જુદા વૃક્ષોના છોડ જેવા કે ગરમાળો, અર્જુન છાલ, આંબો, સરગવો, જાંબુ, સાહોલિયો વગેરેનું વાવેતર કર્યું હતું જેને ‘વાનપ્રસ્થાશ્રમ વન’ નામ આપવામાં આવેલું છે.
આ પ્રસંગે કોર્પોરેટર જીતુભઈ રાયકાએ વડિલોની મદદ માટે જેસીબી મશીન દ્વારા નકામા ઝાડી ઝાંખરાં દૂર કરી આપવા તથા ખાડા ખોદી આપવા ત્રણ મજુરોની સુવિધા પુરી પાડવા સાથે જાતે હાજર રહી વૃક્ષારોપણ કરી વડિલોનો ઉત્સાહ વધાર્યો હતો. આ એજ સ્થળ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જ્યાં ગત વર્ષે પણ સે-૧૩-બીના સિનિયર સિટિઝન પરિવાર દ્વારા આશરે ૨૫ જેટલા રોપાનું વાવેતર કરાયું હતું. જેમાંથી ૨૨ જેટલા છોડનો વિકાસ તેના ટ્રીગાર્ડથી ઉપર બહાર સુધી થઈ જવા પામ્યો છે જે માટે વડિલોની માવજતને સ્થાનિકો બિરદાવી રહ્યા છે. ગાંધીનગરમાં પ્રકૃતિ પ્રેમી નાગરિકો હાલ જે રીતે ચોમાસુ બેસી ગયું છે તેનાથી આનંદમાં આવી ગયા છે અને આ સીઝનનો લાભ વૃક્ષારોપણ પ્રવૃત્તિથી ઉઠાવી રહ્યા છે કેમ કે આ ઋતુમાં વાવેલા રોપાં ઝડપથી જમીન સાથે એકરૂપતા કેળવી ચોંટી જાય છે અને તેમના વિકસિત થઈને મોટા વૃક્ષ બનવાની શકતા વધુ રહે છે. વડીલોનું આ વનપ્રસ્થાશ્રમ વન પણ જલ્દીથી વિકસી જાય તેવી સ્થાનિક રહીશો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube