ગાંધીનગર : કોરોના વાઇરસ સામે લડવા માટે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે જે માટે પૌષ્ટિક આહાર અને યોગ્ય ઉપચાર સાથે શારીરિક ફિટનેસ પણ એટલી જ અગત્યની છે જે માટે કેન્દ્ર સરકારના આયુષ વિભાગની માર્ગદર્શિકામાં પણ યોગ-પ્રાણાયામ-વ્યાયામને મહત્વ આપવામાં આવ્યું છે. આ બાબતને અનુલક્ષીને ગાંધીનગરની સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા તાજેતરમાં સંસ્થાના સભ્યો માટે એક ઓનલાઈન ફિટનેસ ચેલેન્જ “હેપ્પી ફિટ યંગ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેને સંસ્થાના જે સભ્યોએ પૂરી કરી પોતાની ફિટનેસ સાબિત કરી દર્શાવી હતી તેમને ઇ-પ્રમાણપત્ર દ્વારા સન્માનવામાં આવ્યા હતા.
હેપ્પી યુથ ક્લબના યુવા સ્વયંસેવક સુકેતુ દવેએ સંસ્થાના સભ્યો માટે આ ફિટનેસ ચેલેન્જ પ્રસ્તુત કરી હતી જેને “હેપ્પી ફિટ યંગ” નામ આપવામાં આવ્યું હતું. “હેપ્પી ફિટ યંગ” ચેલેન્જ સ્વીકારનાર સ્વયંસેવકે પોતાના ઘરે જ રહીને પોતાનો એવો વિડીયો નિશ્ચિત સમયમર્યાદામાં મોકલવાનો હતો જેમાં તેમણે પોતાના કોઈ પણ એક પગ પર જ ઊભા રહી નીચે જમીન પર મુકેલ અખબાર તરફ ઝુકીને પોતાના દાંતથી અખબારને ઊંચકવાનું હતું. આ દરમ્યાન તેમનો અન્ય પગ કે હાથ જમીનને આડકવો જોઈએ નહીં તેમજ આ ચેલેન્જ સ્વીકારનારે પહેલા ઊભા રહી પોતાનો એક પગ ઊંચો કરી લીધા પછી જ નીચે ઝુકવાનું હતું. આ ચેલેન્જને સુકેતુ દવે ઉપરાંત, અલ્કેશ ભાનુપ્રિય, કિરીટ પારઘી, ભાવના રામી, તબસ્સુમ મલેક, પ્રિયંકા સથવારા, હાર્દિક રાઠોડ અને વિશાખા રાજપૂતે સફળ રીતે પૂરી કરી તેમના વિડીયો મોકલ્યા હતા. હેપ્પી યુથ ક્લબ દ્વારા આ તમામ સભ્યોને “હેપ્પી ફિટ યંગ”ના ઇ-પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube