ગાંધીનગર: કોરોના વાઇરસને પગલે જનજીવનમાં ભારે પરીવર્તન આવ્યું છે અને અત્યારે કોવિદ-19 ગાઈડલાઇન પણ લાગુ હોવાથી કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમોનું આયોજન કરવું તે યોગ્ય નથી. જોકે જાહેર આરોગ્ય અને વ્યાપાક જનહિતને ધ્યાનમાં લઈને ગાંધીનગર શહેર કોંગ્રેસના મહામંત્રી તેમજ શહેરના બ્રહ્મ સમાજના અગ્રણી ઉર્પલકુમાર જોશીએ બુધવારે તેમનો જન્મદિવસ ખુબજ સાદાઇથી ઉજવ્યો હતો. તેમણે આ પ્રસંગે વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન અંગે જાગૃત થવાનો સંદેશ પણ આપ્યો હતો.
ઉર્પલકુમાર જોશીએ તેમના જન્મદિવસે પોતાની ધર્મપત્ની અને ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નં. 7 ના મહિલા કોર્પોરેટર હિરલબેન જોશી સાથે સવારે સેક્ટર-16 ખાતેના સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરી પુજા કરી હતી. આ પછી તેમણે વૃક્ષારોપણ કર્યું હતું. આ દરમ્યાન તેમણે કોઈ કાર્યકરોને પણ સાથે રાખ્યા નહોતા જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને કોરોના સંક્રમણનો ખતરો પેદા ના થાય. તેમણે વૃક્ષરોપણ સાથે પોતાનો જન્મદિવસ સાદગીથી ઉજવી નાગરિકોને પર્યાવરાનના જતનનો સંદેશ પાઠવ્યો હતો.
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube