ગાંધીનગર: ગાંધીનગર સેક્ટર 22 માં શહેરના સ્થાપના કાળથી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. આ વખતે એનું ૫૧ વર્ષ છે. ગયા વર્ષે ગોલ્ડ જયુબિલી વર્ષમાં ખૂબ ધમાકેદાર કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા હતાં અને શહેરના દરેક સમાજના વ્યક્તિઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા એમ ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ પ્રમુખ નિશિત વ્યાસે જણાવ્યું હતું.


ગણેશોત્સવના 51મા વર્ષના કાર્યક્રમના આયોજન માટે અને મહોત્સવની તૈયારી માટે એક સામાન્યસભાનું આયોજન સર્કીટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. કોરોના વૈશ્વિક મહામારીના કારણે આજે જ્યારે સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવ ઉજવવા માટે લોકો વૈકલ્પિક વ્યવસ્થા વિચારી રહ્યા છે, ત્યારે ગાંધીનગર સાર્વજનિક ગણેશોત્સવમાં પણ માત્ર પૂજા-અર્ચના સાથે જ ગણેશોત્સવ ઉજવાશે અને મનોરંજક કાર્યક્રમો નહીં યોજાય એવી સર્વસામાન્ય વાત થઈ હતી. આ સભામાં અરૂણ બુચ, વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, કોર્પોરેટર સૂર્યસિંહ ડાભી, ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાત, ચેતના બુચ, શૈલેષ પવાર દ્વારા ખૂબ જરૂરી સૂચનો અપાયા હતા.


ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં આગામી ત્રણ વર્ષ માટે સાર્વજનિક ગણેશ મહોત્સવના અધ્યક્ષ તરીકે નિશિત વ્યાસની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. તેમજ તેમને કારોબારીની પસંદગી માટેની સત્તા પણ આપવામાં આવી હતી. ગાંધીનગર ગણેશ મહોત્સવ આવનારા સમયમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જ કાર્યક્રમો કરશે એવું સૌએ સર્વાનુમતે જણાવ્યું હતું. આ સામાન્ય સભાનું સંચાલન હિરેન શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપDownload MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube