ગાંધીનગર: ગુરુ પૂર્ણિમા નિમિતે ઑન લાઈન આંતરરાષ્ટ્રિય કવિ સંમેલન તારીખ ૫ જુલાઇ ૨૦૨૦ ના ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશમાં થી કવિઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની ગુરુ વાણી પ્રસ્તુત કરી હતી,ઓસ્ટ્રેલિયાથી બિનલ પટેલ, સ્વપન જેસરવા કર ગોવિંદભાઈ પટેલ અમેરિકા, રમેશભાઇ પટેલ આકાશ દિપ કેલિફોર્નિયા ખાતે થી કવિઓ જોડાયા હતા, ભારતમાથી ઈન્દોર, દિલ્લી, મુંબઈ વિગેરે પ્રદેશ તેમજ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાથી ગુજરાતી કવિઓ જોડાયા હતા તેર વર્ષ નો ધોરણ ૮ માં આણંદ ખાતે અભ્યાસ કરતો પાવન પુનિત સુથાર અને ૮૪ વર્ષ ના સુધા બેન ધનેશા કેશોદ થી જોડાયા હતા અને કવિતા પ્રસ્તુત કરી હતી.
આ કાર્યક્રમ અનુસંધાન આજે તારીખ ૬ જુલાઈ ૨૦૨૦ના રોજ ૪ વાગ્યે ગુરુકુળ ગાંધીનગરના હસ્તે સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સરસ્વતી વંદના અને સદગુરૂ ની આરતી ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ દ્વારા કરીને કાર્યક્રમ ની શરૂઆત કરી હતી, રામ સ્વામી એ ગુરુ વંદના રજૂ કરી હતી, સંસ્થા દ્વારા બે મહિના માં કુલ ૨૪ કવિ સંમેલન, સન્માન સમારોહ અને પુસ્તક વિમોચન ના યોજાયા છે પરંતુ આ કાર્યક્રમ તો તમામ કાર્યક્રમથી અનોખો આનંદી રહ્યો. સંસ્થાના કાર્યક્રમમાં જોડાવા માટે કવિ લેખકની ઉત્કઠા બહુ જ છે અન્ય સંસ્થા કરતા ખૂબ સરસ આયોજનને કારણે લોકોને જોડાવું ખૂબ ગમે છે આ કાર્યક્રમ નું ઉદ્ઘાટન પૂજનીય રામ સ્વામી ગુરુકુળ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું કવિ ઓ ને સમ્માનિત કરવામાં આવ્યા, આભાર વિધિ કાંતિભાઈ પટેલ એડવોકેટ ગાંધીનગર દ્વારા કરવામાં આવી.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપDownload MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube