ગાંધીનગર: રોજગારવાન્છું યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા આશયથી વર્ચુઅલ એટલે કે ઓનલાઈન ભરતીમેળાઓનું આયોજન જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર છે.
ગાંધીનગર જીલ્લાના ઔધોગિક ઉત્પાદનલક્ષી એકમો, સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા એકમો, લેબર તથા મેનપાવર કોન્ટ્રાક્ટર,ખાનગી પ્લેસમેન્ટ/રીક્રુટમેન્ટ એજન્સીઓએ પોતાના એકમોમાં ખાલી પડેલ જગ્યાઓ સી.એન.વી ફોર્મ દ્વારા જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર ને – [email protected] પર ઈ-મેઈલના માધ્યમથી આવી વેકેન્સી નોટીફાઈડ કરાવવાની રહેશે.
ઐધોગિક એકમોએ મેનપાવરની જરૂરિયાત પ્રમાણે માંગણીપત્ર મોકલી આપવાના રહેશે. તેમજ આવનાર સમયમાં ઉમેદવારોના રજીસ્ટ્રેશન માટેની – https://forms.gle/FsmBYv5tDAUprvnu7 આ લિંક બનાવવામાં આવી છે, જેમાં રોજગારવાન્છું યુવાનોને મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરી.તા. ૨૮/૭/૨૦, ૨૯/૭/૨૦,અને ૩૦/૭/૨૦ના રોજ ઓનલાઈન રોજગાર ભરતીમેળાનો લાભ લેવા જણાવવામાં આવે છે. ઉપરોક્ત યોજાનાર ઓનલાઈનરોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ નોકરીદાતાઓ અને રોજગારવાન્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે, અત્રે નોંધ લેશો કે ઓનલાઈન રોજગાર ભરતીમેળામાં કોઇપણ ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત લેવાની રહેશે નહિ, તેવું પણ રોજગાર અધિકારીએ જણાવ્યું છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube