ગાંધીનગર : ગાંધીનગરની સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા જલૂંદ ગામ સમસ્ત યુવા મિત્રોના સહયોગથી રવિવારે સવારે ૯ થી ૧૨ દરમ્યાન “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન શિબિરમાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા રક્ત એકત્ર કરવાની સેવા આપવામાં આવશે. આ રક્તદાન શિબિર જલૂંદ ગામે શ્રી વૈજનાથ મહાદેવના મંદિરે કોવિદ-૧૯ની ગાઈડલાઇન અનુસાર ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે યોજાશે તેમજ સ્થળ પર થર્મલ સ્કેનર અને સેનેટાઈઝરની સુવિધા ઉપલબ્ધ રહેશે.
કોરોના મહામારીના કારણે રક્તદાન પ્રવૃતિમાં ઓટ આવવાથી બ્લડ બેન્ક ખાતે રક્ત પુરવઠામાં ખેંચ વર્તાઇ રહી છે. આ સ્થિતિમાં જેમને નિયમિત રક્ત ચઢાવવાની જરૂર છે તેવા કિડનીના રોગોના દર્દીઓ, થેલેસેમિયા મેજર દર્દીઓ ઉપરાંત જેમને આકસ્મિક અકસ્માત કે ગંભીર સર્જરી કરવાની હોય તેવા કારણસર લોહી ચઢાવવાની જરૂર પડે તેવા દર્દીઓને અણીના સમયે જરૂરી રક્ત પુરવઠો મળી રહે અને રક્ત પુરવઠાની ખેંચને કારણે કોઈ દર્દીને જીવ ના ગુમાવવો પડે તે હેતુસર આ હેપ્પી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ગ્રામીણ વિસ્તારના યુવાનો-મહિલાઓમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાય અને વધુને વધુ યુવાનો આ અનોખી સેવા પ્રવૃતિમાં તેમનું યોગદાન આપતા થાય તેવો શુભ હેતુ પણ છે. “હેપ્પી રક્તદાન શિબિર”માં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર, રક્તદાતા કાર્ડ તેમજ શુભેચ્છા ભેટ આપી સન્માનીત કરવામાં આવશે. “હેપ્પી રક્તદાન શિબિર”માં જલૂંદ ઉપરાંત આસપાસના ગામના અને ગાંધીનગરના રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક ભાગ લે તેવી હેપ્પી યુથ ક્લબ દ્વારા અપીલ કરવામાં આવી છે. અલ્પેશ પ્રજાપતિ મો. 9727706160 | સમીર રામી મો. ૯૯૨૪૪૪૬૬૪૫
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube